ગોધરા તાલુકાના બખ્ખર ગામે ખેતરમાં થ્રીફેઝ વીજ લાઈનમાંથી તણખો પડતા ધાસચારો જતા નુકસાન

ગોધરા, ગોધરા તાલુકાના બખ્ખર નવી ફળિયુ ગામે ખેતરમાંથી થ્રીફેઝ લાઈનનો થાંભલો હોય આ વીજલાઈનમાં તણખાથી આગ લાગતા ખેતરમાં રાખેલ ધાસચારો બળીને ખાખ થઈ જવા પામ્યો છે.

વિસ્તૃત વિગતો પ્રમાણે ગોધરા તાલુકાના બખ્ખર નવી ફળિયામાં રહેતા બળવંતભાઈ ભેમાભાઈ માવીના ખેતરમાંથી થ્રીફેઝ લાઈનનો થાંભલો આવેલ આ લાઈનમાં કોઈ કારણોસર તણખલાથી આગ લાગતા ખેતરમમાં પડેલ ધાસચારો બળી જતાં નુકસાન થવા પામ્યુ છે. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.