ગોધરા, ગોધરા તાલુકા બખ્ખર ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 12 ઈસમોને 14,990/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના બખ્ખર ગામે ખુલ્લા ખેતરમાં ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન દિનેશ પ્રતાપભાઈ બારીયા, સમીર ગનીભાઈ પીજારા, હિેતેશ ગણપતસિંહ પટેલ, અલ્તાફ હનીફ પીંજારા, ઈમરાન મુસ્તાફ ભોદુ, આમીન ઈબ્રાહિમ પીંજારા, વીપીસિંહ બારીયા, ઐયુબ અહેમદ કમલી, યાસીન હુસેન પીંજારા, મોહસીન ફારૂકભાઈ વ્હોરા, દિલીપ વસંતભાઈ વણઝારાને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા ઈસમોની અંગઝડતી રૂા.7080/- અને દાવ ઉપર મુકેલ 7910/-રૂપીયા મળી કુલ 14,990/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગોધરા તાલુકા પોલીસ મથકે જુગારધાા હેઠળ ફરિયાદ નોંધાઈ છે.