ગોધરા,ગોધરા તાલુકાના અંબાલી (બગીડોર) ગામે રહેતા 30 વર્ષીય યુવાનની પત્નીના ખરસાલીયા ગામના વ્યકિત સાથે પ્રેમ સંંબંધ હોવાની જાણ થતાં મનમાંં લાગી આવતાં ખાટલાની પાટી વડે ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના અંબાલી (બગીડોર) ગામે રહેતા ગણપતભાઇ વિનુભાઇ ચૌહાણ ઉ.વ.30ની પત્ની હેમુને ખરસાલીયા ગામે રહેતા મહેન્દ્રભાઇ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હોય તેવી જાણ ગણપતભાઇને થતાં મનમાં લાગી આવેલ હોય જેને લઈ ખાટલાની પાટી વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરીને જીવન ટુંકાવી લેતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવા પામી છે.