ગોધરા તાલુકાના અબ્રાહમ પટેલના મુવાડા ગાનમે મુવાડા બારીયા ફળીયામાંં રહેતા 50 વર્ષીય વ્યકિતએ કોઈ કારણોસર મંકોડા મારવાનો પાવડર પી જતાં દવા સારવાર માટે ખસેડવામાં આવ્યો. આ બાબતે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના અબ્રાહમ પટેલના મુવાડા ગામે બારીયા ફળીયામાં રહેતા રમીલાબેન બારીયાના પતિ અભેસિંગભાઇ પર્વતભાઇ બારીયા ઉ.વ.50એ કોઇ અંગત કારણોસર મંકોડા મારવાનો પાવડર પી ગયેલ હોય જેને દવા સારવાર માટે ખસેડવામાં આવ્યો. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.