- રે.સર્વે નં.55 વાળી નવી શરતની જમીન અન્ય ઈસમો વેચાણ કરતાં ચકચાર મચી જવા પામી.
ગોધરા, પંચમહાલ જીલ્લામાં પ્રતિદિન નવા જમીન કૌભાંડો સામે આવતા હોય છે. ગોધરા તાલુકાના પોપટપુરા ગણેશ મંંદિર પાસે આવેલ રે.સર્વેં નં.55 વાળી નવી શરતની જમીન કાયદાની વિપરતી મુળ માલિકના વાલી વારસોએ અન્ય ઈસમોને સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે.
ગોધરા તાલુકાના પોપટપુરા ગામે ગણેશ મંદિર પાસે રોડ ટચ આવેલ રે.સર્વે નં.55 વાળી જમીના મુળ માલિક નોંધ નં.471ના આધારે 1958માં પર્વત શિવાએ પોતાના દિકારને વેચાણ કરી આપેલ હતી અને આ જમીનમાં સમય જતા ત્રણ માલિકો બદલાયા હતા. તા.29/01/1996માં નોંધ નંબર 2198 થી વેચાણ આપી દીધી હતી. જેમાં શફીયા હારૂન દોલતી અને તેમના સગીર વાલી વારસો ઈમરાન દારૂન દોલતી, મહેમદ ઈકબાલ હારૂન દોલતી, સાદિક હારૂન દોલતી તેમના ભાઈ કાસીમ હારૂન દોલતી એ મળી તા.25/11/1998 નારોજ ગોધરા ફઝીલા તે સાબેરા મોહમ્મદ રસુલ મલાની દિકરીને શફી મોહમ્મદ યુસુફ પીઠાની પત્ની જે દોલતી પરિવારના વાલીવારસો સભ્યોને બજાર કિંમત કરતા પણ ઓછા ભાવે વેચાણ દસ્તાવેજ દર્શાવી વેચી દેતા ચકચાર મચી જવા પામી હતી. જમીન મહેસુલ જોગવાઈ મુજબ નવી શરત મુજબ મિલ્કત વેચાણ કરનાર તેમજ ખરીદનાર પણ ગુનેગાર સાબિત થાય તથા મિલ્કત ખાલસા થવાની શકયતાઓની જાણકારી હોવા છતાં વેચાણ દસ્તાવેજ કરી દેવાયો હતો. તેમાં પણ નવી શરતની વેચાણ દસ્તાવેજ થયેલ હોય તેમ છતાં ચાલતા ભ્રષ્ટ વહિવટના કારણે વર્ષ 2010માં આ એન્ટ્રી પ્રમાણિત થતાં મહેસુલ વિભાગમાં ચાલતા ખુલ્લા ભ્રષ્ટાચારને લઈ પ્રજામાં ભરોસો ગુમાવ્યો છે.