ગોધરા તાલુકા પઢીયાર ગામે કેના પાસેથી લાભી ગામના 55 વર્ષીય મગજથી અસ્થિર વ્યકિત મરણ ગયેલ મળી આવ્યા

ગોધરા, શહેરા તાલુકાના લાભી ગુંથલી ફળીયામાં રહેતા 55 વર્ષીય વ્યકિત મગજની અસ્થિરતાને લઈ ધર માંથી ચાલ્યા ગયેલ હતા અને અગમ્યકારણોસર પઢીયાર ગામે કેનાલ પાસેથી મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હોય આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના લાભી ગુંથલી ફળીયામાં રહેતા ભુપતસિંહ પ્રતાપસિંહ પરમાર ઉ.વ.55 જે મગજની અસ્થિરતાના કારણે કોઈ કહ્યા વગર ધરેથી નિકળી ગયેલ હતા અને ગોધરા તાલુકાના પઢીયાર ગામે કેનાલ પાસેથી મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હોય આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.