ગોધરા,ગોધરા તાલુકાના પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના કુણ નદી પર ઓલા એકેવેડટમાંથી મોટા પ્રમાણમાં પાણી લીકેજ થઈ થઈ રહ્યુ છે જેનુ સત્વરે સમારકામ કરવા ખેડુતોમાં માંગણી કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી પાણી વહી નદીમાં જઈ રહ્યુ હોવાથી સ્થાનિક ખેડુતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગોધરા તાલુકાના આવેલી કુણ નદી ઉપરથી કેનાલમાંથી મોટા પ્રમાણમાં પાણીનો લીકેજ થઈ રહ્યો હોવા અંગેની જાણ ગજેન્દ્રસિંહ રાઉલજીને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. કેટલાક ખેડુતો સિંચાઈ માટે પાણીના લીધે તકલીફનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં આટલા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી રહ્યો હોય નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓની અહિં બેદરકારી છતી થતી હોવાનુ સામે આવતા ખેડુતોએ સમારકામ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે.