ગોધરા,ગોધરાના સામલી ગામે ભાઈ-બહેનની સંયુકત જમીન પચાવી પાડવા ખોટી વારસાઈના આધારે જમીનમાં નામો દાખલ કરાવ્યા હોવાની એસઆઈટીની તપાસ બહાર આવતા ગોધરા તાલુકા પોલીસ મથકે આઠ સામે ફરિયાદ નોંધાવવા પામી છે.
ગોધરા તાલુકાના સામલીના ઉગમણાના મુવાડા ગામે રહેતા કાળુભાઈ મંગળભાઈ પટેલની તેમજ તેઓના મૃતક બહેન અખમબેનની માલિકીની સામલી ગામે સંયુકત જમીન આવેલી છે. જે જમીનમાં કેટલાક ઈસમોની દાનત બગડતા તેને પચાવી પાડવા માટે કારસો રચવામાં આવ્યો હતો. જેમાં કાનાભાઈ ભરવાડ નામના ઈસમ દ્વારા મણીભાઈ સાલમભાઈ બારીયા, મહેશભાઈ પટેલ, વિકાસભાઈ ભરવાડ, ફારૂક મહંમદ મણકી, મહેન્દ્ર મીઠાભાઈ વણકર, લીંબાભાઈ લાખાભાઈ વણકર અને પ્રવિણભાઈ શંકરભાઈ પરમાર મદદથી જમીન પચાવી માટે કાળુભાઈ મંગળભાઈ પટેલના બહેન અખમબેનના નામની મળતી વ્યકિત મૃતક માતા અખમબેન સાલમભાઈ બારીયાનો મરણ દાખલો તથા પેઢીનામુ ગોકળપુરા ગ્રામ પંચાયતમાંથી મેળવ્યુ હતુ. તેમજ કાળુભાઈ પટેલ જીવિત અને પરિણીત હોવા છતાં તેઓના મરણના તથા અવિવાહીત હોવાના ખોટા સોગંદનામા ગત જુન માસની 6 તારીખે ગોધરા મામલતદાર કચેરીમાં કરાવ્યા હતા. જયારે કાળુભાઈના પિતાના ભળતા નામવાળા વ્યકિત તરીકે મંગળભાઈ ઝવરભાઈ બારીયાનુ ખોટુ પેઢીનામુ સામલી તથા વાવડી ખુર્દ ગ્રામ પંચાયતમાંથી ગત જુલાઈ માસની 24 તારીખે તથા ઓગસ્ટ માસની 10 તારીખે મેળવ્યુ હતુ. તેમજ ઠગ ઈસમો દ્વારા અખમબેનના નામના કરણની ખોટી વારસાઈ સામલી ગ્રામ પંચાયતમાં 2022માં વારસાઈ કરાઈ હતી. અખમબેનના નામનુ ખોટુ સોગંદનામુ અને 2022ની જાન્યુઆરી માસમાં ગોકળપુરા પંચાયતમાં કરાવ્યુ હતુ. આમ જમીન પચાવી પાડવાના ઈરાદે તમામ બનાવટી દસ્તાવેજોના સાચા તરીકે ઉપયોગ 8 ઈસમો દ્વારા કાળુભાઈ પટેલની માલિકી તથા તેઓના પરિવારજનોની માલિકીની જમીનમાં મણીભાઈ સાલમભાઈ બારીયા અને તેઓના બહેનોનુ નામ દાખલ કરાવ્યુ હતુ.