- બે ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા ખસેડાયા.
ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ પાસે આવેલ આઈ.ટી.આઈ. પાસે ટેન્કર અને ઈકો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકોમાંં સવાર ત્રણ વ્યકિતનું ધટના સ્થળે મોત નિપજાવા પામ્યા હતા. જ્યારે અકસ્માતની ધટના બાદ ઈજાગ્રસ્તોને 108 દ્વારા બે વ્યકિતને સારવાર અર્થે ખસેડતા સારવાર મળે તે પહેલા એક વ્યકિતનું મોત નિપજાવા પામ્યું. અકસ્માતમાં મોતને ભેટેલ 4 વ્યકિતના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાંં ખસેડવામાંં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામે આઈ.ટી.આઈ. પાસેથી ઈકો ગાડીમાંં 7 વ્યકિતઓ બેસીને પસાર થઈ રહ્યા હતા. ત્યારે માતેલા સાંંઢની જેમ ધસી આવેલ ટેન્કરએ ઈકો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટેન્કર અને ઈકો કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાંં છોટાઉદેપુરના 3 વ્યકિતઓના ધટના સ્થળે મોત નિપજાવા પામ્યા હતા. જ્યારે અકસ્માતમાં બે વ્યકિત ગંભીર ઈજાગ્રસ્ત હોય તેવા ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર દેવગઢ બારીયા ખસેડવામાં આવ્યા હતા. જ્યાંં 108 મારફતે સારવાર દેવગઢ બારીયા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 108 લઈ જવાતા બે ઈજાગ્રસ્તો પૈકી એકનું મોત નિપજાવા અકસ્માતમાં ચાર વ્યકિતના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તને 108 દ્વારા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઈકો કારમાં સવાર છોટાઉદેપુરના હોય જેથી અકસ્માતની પરિવારજનોને જાણ કરતાં ગોધરા સિવિલમાં આવવા નિકળ્યા છે. આ અકસ્માતની ધટના અંગે ગોધરા તાલુકા પોલીસ ધટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.