ગોધરા તાલુકાના અસાયડી દુધ મંડળીના મંત્રીએ સામાજિક કાર્યકર પર હુમલો કર્યો

ગોધરા તાલુકાના અસારડી ગામે દુધ ઉત્પાદક મંડળીના મંત્રી દ્વારા સામાજિક કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો હતો.

ગોધરા તાલુકાના અસારડી ગામે રહેતા સામાજિક કાર્યકર અને લોકસભાની ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડનાર હસમુખ રાઠોડ નામના વ્યકિત પર અસારડી દુધ ઉત્પાદક મંડળીના મંત્રી દ્વારા હુમલો કરવાની ધટના સામે આવી છે. જેમાં એક મહિના પહેલા હસમુખ રાઠોડએ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર દુધમાં ફેટ ઓછુ મળે છે તેવી પોસ્ટ મુકી હતી. હસમુખ રાઠોડના પત્નિ અસારડી દુધ ઉત્પાદક મંડળીમાં સભાસદ છે. અને સોશિયલ મીડિયાના માઘ્યમથી પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર દુધમાં ફેટ ઓછુ મળતુ હોય ને તપાસ અહેવાલ રજુ કરવા માટે જણાવ્યુ હતુ. જેની અદાવત રાખીને દુધ ઉત્પાદક મંડળીના મંત્રી હિતેશસિંહ કે ઠાકોર સહિત અન્ય ત્રણ ઈસમો રઘુનાથ બલુસિંહ, જયેન્દ્રસિંહ સર્જનસિંહ, હરિશસિંહ કિરણસિંહ દ્વારા તેઓ પર હુમલો કર્યો હોવાની ધટના સામે આવી છે. મંત્રી તેમજ તેઓના પરિવારજનો દ્વારા હસમુખ રાઠોડને ગળે ટુંપો દઈને મારવાના પ્રયત્નો કર્યો હોવાનો આક્ષેપ તેઓએ કર્યો હતો. સમગ્ર ધટના બાદ હસમુખ રાઠોડ નામના વ્યકિતને ગોધરા શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને જયાં સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટના આધારે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને મેડિકોલીંગલ કેસની કાર્યવાહી કરવા હસમુખ રાઠોડે જાણ કરેલ છે.