ગોધરા તાલુકાના ગુસર ગામે રહેતા ફરિયાદીને આરોપી ઈસમે ગાળો આપી તુ એટ્રોસિટી ફરિયાદ સાક્ષી કેમ રહી છે મારે તેને રાખવી છે ડેરીમાં ઝધડો થયેલ હોય તેથી સાક્ષી છુ તેમ કહેતા ધારીયુ લઈ દોડી આવી જાનથી મારી નાંખવાની ધમકી આપતા કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના ગુસર ગામે રહેતા જશોદાબેન નરેન્દ્રસિંહ પરમારને આરોપી વિનોદભાઈ જશવંતભાઈ પરમાર આવીને ગાળો આપી હતી અને તુ એટ્રોસિટીની ફરિયાદમાં કેમ સાક્ષી રહી છે મારે તેને રાખવાની છે તેમ કહીતા ફરિયાદીએ હું ડેરીની સભ્ય છુ અને ઝધડો ડેરીમાં થયેલ હોય જેથી સાક્ષી છુ તેમ કહેતા આરોપી વિનોદભાઈ પરમાર, કોકીલાબેન બળવંતભાઈ પરમાર હાથમાં ધારીયુ લઈ દોડી આવી અને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.