ગોધરા શેખ મજાવર રોડ પર આવેલ તહૂરા પ્રોટીન્સમાં જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસ કરતાં રૂ. 16.47 કરોડની કિંમતનો શંકાસ્પદ સરકારી તુવેર દાળનો જથ્થો સીઝ કરાયો હતો. શંકાસ્પદ સરકારી તુવેરદાળની આટલી મોટી માત્રાનો રાજ્યનો પ્રથમ સીઝર હુકમ કરાયો છે. 11,13,300 કિલોગ્રામ શંકાસ્પદ સરકારી તુવેરદાળનો જથ્થો સીઝ કરાયો છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી તહુરા તુવરદાળ મિલમાં જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા અને સીટી મામલદારની ટીમ દ્વારા આકસ્મિત રેડ કરવામા આવી હતી. જેના લઈને તપાસ દરમિયાન રૂ. 16.47 કરોડની કિંમતનો શંકાસ્પદ સરકારી તુવેર દાળનો જથ્થો કરાયો સીઝ કરાયો હતો. શંકાસ્પદ સરકારી તુવેરદાળની આટલી મોટી માત્રાનો રાજ્યનો પ્રથમ બનાવ છે.
- જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસ કરતાં રૂ. 16.47 કરોડની કિંમતનો શંકાસ્પદ સરકારી તુવેર દાળનો જથ્થો સીઝ કરાયો
- તુવેરદાળનો અનઅધિકૃત સંગ્રહ કરેલો જથ્થો 11,13,300 કિગ્રા (22,266 કટ્ટા) જેની બજાર કિમત રૂપિયા 1,64,768,400
- આંધ્રપ્રદેશ સરકારનો ICDS અને જાહેર વિતરણ વ્યવસ્થાનો જથ્થો હતો
જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી મકવાણા અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા અને તેઓની જિલ્લાની ટીમ અને ગોધરા સીટી મામલતદાર દ્વારા તહુરા તુવેરદાળ મિલમા આકસ્મિત તપાસ કરવામા આવી હતી. જેમાં તપાસ દરમિયાન આઈસીડીએસ તેમજ પીડીએસ માર્કાવાળી આંધ્રપ્રદેશ સરકારી તુવરદાળનું અનઅધિકૃત રીતે વેચાણ કરતા હોવાની વિગતો બહાર આવી હતી.તપાસણી કરતાં તુવેરદાળનો અનઅધિકૃત સંગ્રહ કરેલો જથ્થો 11,13,300 કિગ્રા (22,266 કટ્ટા) જેની બજાર કિમત રૂપિયા 1,64,768,400 તેમજ જથ્થો ભરેલા વાહન નંગ 1 જેની અંદાજીત કિંમત રૂપિયા 8 લાખ થાય છે. આમ કુલ મળી 1,65,568,400નો જથ્થો સીઝ કરવાની કાર્યવાહી કરી હતી. તહુરા તુવરદાળની મિલના સંચાલક ઇલ્યાસ મોહમદ હુસેન ઉમરજી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી મકવાણાએ જણાવ્યું હતું કે, શેખ મજાવર રોડ પર આવેલી તુવેરદાળની મિલ પર તપાસ હાથ ધરવાની હતી. આ મિલ તુવેર ખરીદીને તુવેરદાળ બનાવતી હતી પણ ચોંકાવનારી વાત એ હતી કે, જ્યાં ગાડીમાંથી જથ્થો ઉતરતો હતો તે આંધ્રપ્રદેશ સરકારનો ICDS અને જાહેર વિતરણ વ્યવસ્થાનો જથ્થો હતો. તેની માર્કાવાળી થેલી મળી આવી હતી. તે થેલીમાંથી તુવેરદાળ કાઢીને તેઓ પછી 50 કેજીના બેગ બનાવતા હતા. આ આંધ્રપ્રદેશનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. આ મામલે હાજર લોકોએ પુરાવા પણ રજૂ નથી કર્યા, જેથી હાલ ગોડાઉન સીલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.