ગોધરા સ્વરૂપ હોટલના માલિક પાસેથી વ્યાજે નાણા લીધા બાદ ત્રણ ગણા નાણાં આપવા છતાં ઉધરાણી કરતાં ફરિયાદ

ગોધરા,

ગોધરા શહેર સ્વરૂપ હોટલ તથા સ્વરૂપ સેન્ટરના ઈસમે 15 ટકા વ્યાજે નાણાં આપી તેમજ સીકયુરીટી પેટે આપેલ ક્રોરા ચેકો અને સ્ટેમ્પ લઈ આજદિન સુધી 6 લાખ રૂપીયા વસુલ કરી ફરિયાદીને ધંધા સ્થળે પીછો કરી બીજા નાણાં આપવા પડશે તેમ કહી ઉધરાણી કરતાં ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેરના સ્વરૂપ હોટલ તથા સ્વરૂપ ઝેરોક્ષ સેન્ટરના કમલેશ બલરાજ દોલતાણી પાસેથી ધોધંબા તાલુકાના પાલ્લા કુવેચીયાના શનાભાઈ રાઠવાએ 2,00,000/-રૂપીયા 15 ટકા માસીક વ્યાજે આપેલ હતા. તેમજ સીકયુરીટી પેટે ક્રોરા ચેકો તથા સ્ટેમ્પ લીધેલ હતા. શનાભાઈ રાઠવા એ અત્યાર સુધી 6,00,000/-રૂપીયા ચુકવેલ હોય તેમ છતાં વ્યાજખોર જે શનાભાઈ રાઠવાના ધંધાના સ્થળે તેમજ ધરે અવારનવાર પીછો કરી પરેશાન કરતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે વ્યાજખોર વિરૂદ્ધ ફરિયાદ નોંંધાવા પામી છે.