દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યા ખાતે તારીખ ૨૨ મી જાન્યુઆરીએ યોજાનાર ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ના પવિત્ર અવસરના સંદર્ભમાં તા. ૧૪ થી ૨૨ જાન્યુઆરી દરમિયાન દેશભરના તમામ ધર્મસ્થાનો ખાતે સ્વચ્છતા જનઅભિયાન હાથ ધરવાના આહવાનને કરેલ છે. ગોધરા વિધાનસભાના ધારા સભ્ય સી.કે.રાઉલજી દ્વારા આજ રોજ ગોધરા શહેરના શ્રી રામજી મંદિરે સ્વચ્છતા અભિયાન માં સહભાગી થયા હતા. અને મંદિર પરિસરની સફાઈ કરી હતી તેમજ ભગવાન રામજીના દર્શન કરી નગરજનોને પોતાની આસ પાસના તમામ મંદિરો પરિસર અને ધાર્મિક સ્થાનોને સ્વચ્છ રાખવા માટે સંદેશ પાઠવેલ.
આ સ્વચ્છતા અભિયાન માં ભાજપાના સંગઠનનાં હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધીઓ, સહકારી આગેવાનો,વિવિધ સંગઠનનાં પ્રતિનિધીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હત