ગોધરા સુવિધાનગર સોસાયટીમાં ચોરીના ગુનાના 3 આરોપીઓ દ્વારા રેગ્યુલર જામીન અરજી કોર્ટમા મુકતા કોર્ટ જામીન અરજી નામંજુર કરી

ગોધરા, ગોધરા શહેર સુવિધાનગર સોસાયટી મકાન નં.1 લખીબા નાથાલાલ રેસીડન્સી ચોરીના ગુનામાં 3 ઇસમોને અટક કરી જેલમાંં મોકલી આપવામાં આવ્યા હતા. આરોપી દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. જેની સુનાવણી જીલ્લા ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલના દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીઓની જામીન અરજી નામંજુર કરવામાં આવી.

ગોધરા શહેરના સુવિધાનગર સોસાયટીમાં તા.29/08/2023માં લખીબા નાથાલાલ રેસીડન્સીના બંધ મકાનનું તાળું તોડીને ધર માંથી સોના-ચાંદીના દાગીના કિંમત 1,90,000/-ની ચોરીના ગુનામાં આરોપી અમોલ ગોકુલભાઇ દિગમ્બરભાઇ જાદવ, પાટીલ બાલાકૃષ્ણ ઉર્ફે જીતુ યુવરાજ ગોકુલભાઇ દિગમ્બરભાઇ જાદવ, દિલીપજી શંકરજી પરમારને ઝડપી પાડવામાં આવ્યા હતા અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ સેશન્જ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા સરકારી વકીલ રાકેશ એેસ.ઠાકોર એ કરેલ દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીઓની જામીન અરજી નામંજુર કરાઈ હતી.