ગોધરા સુલિયાતની મહિલાઓ એક કિ.મી.ચાલી જોખમી કુવામાંથી પાણી લાવવા મજબુર

ગોધરા, ગુજરાત સરકાર દ્વારા નલ સે જલ યોજના હેઠળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. તેમ છતાં પંચમહાલ જિલ્લાના સુલીયાત ગામે મોટી સંખ્યામાં ગ્રામજનોને એક જ કુવામાંથી અને તે પણ જોખમી હોવા છતાં પાણી ભરવા માટે મજબુર બન્યા છે. આ કુવા પરથી પાણી ભરીને એક થી બે કિ.મી.ચાલી જવુ પડે છે. પાણીના કુવા પર મોટી સંખ્યામાં મહિલાઓ હોવાના કારણે અડધો થી કલાક સુધી ઉભા રહેવુ પડતુ હોય છે. ભર ઉનાળામાં પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ગામની અંદર દરેક જગ્યાએ નલ સે જલ માટેની ધરે ધરે ફકત પાઈપો નાંખવામાં આવેલ હતી. પરંતુ અત્યાર સુધી કોઈના ધરે પાણી ચાલુ કરવામાં આવેલ નથી. બે વર્ષથી આ યોજના શરૂ કર્યા પછી પણ ગ્રામજનોને લાભ મળ્યો જ નથી.