ગોધરા સબજેલની મહિલા કેદીને કોર્ટમાં મુદ્દતમાં લઈ જતી વખતે જેલ કર્મીઓ દ્વારા છેડતી અને જાતિ અપમાનિત કરતા ફરિયાદ

ગોધરા સબજેલ અંદર મહિલા આરોપીને છ માસ ઉપર કોર્ટમાં મુદ્દત માટે લઈ જતી વખતે સબજેલમમાં નોકરી કરતા કર્મચારીઓ મહિલા કેદી સાથે મુદ્દતે જતી વખતે છેડતી કરી જાતિ અપમાનિત કરી ગુનો કર્યાની ફરિયાદ ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા સબજેલમાં તા.12/04/2024 પહેલા છ માસ ઉપર સબજેલના મહિલા કેદી આરોપી રેખાબેન રામવીર નેસેરામ જાદવને સબજેલમાં ફરજ બજાવતા કર્મચારીઓ સુબેદાર રયજીભાઈ, હવાલદાર સંજયભાઈ પટેલિયાએ મહિલા કેદીને કોર્ટની મુદ્દત માટે લઈ જતા હોય ત્યારે બંને આરોપીઓ દ્વારા મહિલા કેદીને જતી અને આવતી વખતે છેડતી કરી હતી. અને ધમકી આપી જાતિ વિષયક શબ્દો બોલી જાતિ અપમાનિત કરેલ હોય આ બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.