ગોધરા સબ જેલમાં સ્થાનિક ઝડપી સ્કવોર્ડ દ્વારા બેરેકમાં ચેકિંગ હાથ ધરાયુ હતુ. દરમિયાન બેરેક નં.-4માં રહેલા આરોપીના હાથમાં છુપાવી રાખેલ મોબાઈલ ફોન ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા સબ જેલમાં સ્થાનિક ઝડપી સ્કવોર્ડ દ્વારા 24જુનના રોજ બે વાગ્યાના સમયે બેરેકમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. ચેકિંગ દરમિયાન બેરેક નં.-4 હબીબખાન મોહંમદ હુસેન પઠાણ કાચા કામના કેદીના હાથમાં છુપાવી રાખેલ કેચોડા કંપનીના મોબાઈલ ફોન બેટરી સાથે ઝડપાઈ જતાં આ બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.