ગોધરા, ગોધરા સબ જેલમાં અકસ્માતના ગુનામાં સજા ભોગવી રહેલા કેદીએ ધોરણ-12 ની પરીક્ષા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેથી કોર્ટે તેઓની અરજી સ્વીકારીને ધોરણ-12 ની પરીક્ષા આપવા માટે મંજૂરી આપી હતી. જેથી ગોધરા સબજેલના પીએસઆઇ સહિત કોન્સ્ટેબલ દ્વારા અકસ્માતના ગુનામાં સજા ભોગવી રહેલા કેદીને 26 માર્ચ સુધી પાવી જેતપુર તાલુકાના ભેંસાવહીના પરીક્ષા કેન્દ્ર ઉપર દરરોજ લઈ જવામાં આવી રહ્યો છે.
પાવીજેતપુર નજીક આવેલ ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત પુનમભાઈ રાઠવા વિરુદ્ધ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેથી કોર્ટ દ્વારા તેને સજા ફટકારી હતી અને ગોધરા સબજેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે કૃષ્ણકાંત રાઠવાએ ધોરણ-12 ની પરીક્ષા આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને કોર્ટે સ્વીકારી તેને પરિક્ષા આપવા માટે મંજૂરી આપી હતી અને પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી એચએસસીના કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા માટે એક પીએસઆઇ સહિત કોન્સ્ટેબલ સાથે રોજ લઈ જવામાં આવી રહ્યો છે. જ્યાં કૃષ્ણકાંત રાઠવાને પરીક્ષા માટે શુભકામનાઓ સિથોલ હાઈસ્કૂલના આચાર્ય દ્વારા આપવામાં આવી હતી.
બીજી તરફ કૃષ્ણકાંત રાઠવાની એચએસસીની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલવાની હોય માટે પોલીસ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દરેક પેપરમાં આપવા માટે લાવવામાં આવી રહ્યો છે. કુષ્ણકાંતે પણ તંત્ર દ્વારા તેની પરીક્ષા આપવાની અરજીને મંજૂર કરી પરવાનગી આપતા તંત્રનો આભાર માન્યો હતો.