ગોધરા સબજેલમાં કાચા કામના આરોપી પાસેથી મોબાઈલ ઝડપાયો

ગોધરા સબજેલમાં સ્થાનિક ઝડપી ટીમે બેરેક નં.-7મમાં તપાસ કરતા કાચા કામના આરોપી પાસેથી મોબાઈલ ફોન, સીમકાર્ડ તથા બેટરી ઝડપી પાડી હતી. તેમજ બાથરૂમની બારીની પટ્ટીની નીચે છુપાવેલ ચાર્જર અને કેબલ મળતા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.

ગોધરા સબજેલમાં ઝડતી સ્કવોર્ડ અને જેલ કર્મી દ્વારા જેલના બેરેકની આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. સ્થાનિક ઝડતી ટીમે બેરેક નં.-7ના કાચા કામના આરોપી સોએબ અ.સત્તાર પટેલની ઝડપી કરતા તેને પહેરેલા નાઈટીના ખિસ્સામાંથી એક મોબાઈલ, સીમકાર્ડ તથા બેટરી મળી આવી હતી. ઝડતી ટીમે બેરેક નં.-7ના બાથરૂમની તપાસ કરતા બાથરૂમની બારીની પટ્ટી નીચે છુપાવી રાખેલ એસેમ્બલ ચાર્જર-1 અને બે ચાર્જર કેબલ મળી આવ્યા હતા. મોબાઈલની એફએસએલ ખાતે તપાસણી કરવામાં આવે તો વધારે માહિતી મળી શકે તેમ છે. મોબાઈલ ફોનનો અનઅધિકૃત ઉપયોગ થયો છે કે નહિ તેની તપાસ કરવા એ-ડીવીઝનમાં જેલરે ફરિયાદ નોંધાવી હતી.