ગોધરા, ગોધરા સબ જેલમાં કાચા કામની કેદી રેખાબેન જાટવ મૂળ ઉત્તર પ્રદેશની અનુસૂચિત જાતિની મહિલા છે. જેલ સ્ટાફ દ્વારા તેણીની જાતીય છેડછાડ કરી જાતીય સતામણી કરી અઘટિત માંગણી કરાય છે. ઘણા લાંબા સમયથી જાતીય છેડછાડથી ત્રસ્ત થઈ તે મહિલાએ કોર્ટમાં રજુઆત કરી,પરંતુ મહિલાનું દુર્ભાગ્ય કે જે દિવસે રજુઆત કરી તે દિવસે જજ સાહેબ રજા ઉપર હતા. આજે પણ તે અનુસૂચિત જાતિની મહિલા ગોધરા સબ જેલમાં બંધ છે. તેની સાથે કરાતી જાતીય સતામણી બાબતે આજના આ પવિત્ર દીને જો આપ કોઈ રજુઆત કરી તે મહિલાનો મામલો પ્રકાશમાં લાવી શકશો, તો કદાચ તે મહિલા કેદીને ન્યાય મળી શકશે તેવી સંભાવના છે. ઉત્તર પ્રદેશની આ અનુસૂચિત જાતિની મહિલા કેદી સાથે જાતીય સતામણી કરનાર જવાબદાર વિરૂદ્ધ પ્રશાસન કાયદેસરની કાર્યવાહી કરે તે માટે યોગ્ય રજુઆત કરી તમે તે મહિલા કેદીને મદદરૂપ થશો તો સાચા અર્થમાં ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જયંતીની ઉજવણી કરાઈ તેમ ગણાશે.