ગોધરા સબજેલમાં કાચા કામના કેદીએ ગળેફાંસો ખાઈ આપધાત કર્યો

ગોધરા,ગોધરા ખાતે આવેલી સબજેલમાં કાચા કામના કેદીએ કપડાના સ્ટોરરૂમમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. કેદી પોતે હત્યાના ગુનાનો આરોપી હતો.

ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકના હત્યાના ગુનામાં આરોપી પ્રદિપ ઉર્ફે અશ્ર્વિનભાઈ ચોૈહાણ(રહે.પતંગડી, તા.મોરવા(હ) વર્ષ-2019થી ગોધરા સબજેલમાં સજા ભોગવતો હતો. જેને જેલમાં બેરક નં-1માં રાખવામાં આવ્યો હતો. જેને અગમ્ય કારણોસર કપડાના સ્ટોર રૂમમાં આવેલા પંખાના હુક ઉપર દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા આ બનાવની જાણ જેલના કેદીઓ અને સત્તાધિશોને થતાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે શહેર એ-ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સબજેલ ખાતે આવી પહોંચ્યો હતો. પોલીસે લાશને નીચે ઉતારી પી.એમ.માટે હોસ્પિટલમાં મોકલી જરૂરી તપાસ હાથ ધરી હતી. કાચા કામના કેદીએ કયા કારણોસર આપધાત કર્યો તેનુ કારણ અકબંધ રહેવા પામ્યુ છે.