ગોધરા, ગોધરા શહેરમાં સબ જેલમાં હત્યાના ગુનામાં સજા કાપતા કેદીને સરકારની સજા માફી યોજનામાં વર્તણુંક યોગ્ય જણાતા 16 વર્ષ બાદ જેલ માંથી મુકત થતાં ખુશી વ્યકત કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની અલગ-અલગ જેલોમાં વિવિધ ગુનાઓમાં સજા કાપતા કેદીઓની વર્તણુંકના આધારે સરકારીની સજા માફી યોજનામાં મુકિત આપવામાં આવે છે. ગોધરા સબ જેલમાં હત્યાના ગુનામાં તૈયબ સત્તાર દાંત છેલ્લા 16 વર્ષથી સજા કાપતા હતા. હત્યાના ગુનાના કેદી તૈયાર સત્તાર દાંતની વર્તણુંક યોગ્ય જણાતા તેઓને સજા મુકત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 18 માર્ચના રોજ તૈયર સત્તાર દાંતને જેલ માંથી મુકત કરવામાં આવતાં પરિવારજનોમાં લાગણીસભર દ્દશ્યો જોવા મળ્યા હતા. જેલ માંથી મુકિત થયા બાદ તૈયબ સત્તાર દાંતએ ખુશી વ્યકત કરતાં જણાવ્યું કે, 16 વર્ષ પછી પરિવાર સાથે ઈદ મનાવીશ જેલ માંથી મુકત કરતાં સરકારનો આભાર વ્યકત કર્યો હતો.