ગોધરા સબ જેલના બેરેક નંં.3માં સ્થાનિક ઝડતી સ્કવોર્ડની ચેકીંંગ દરમિયાન મોબાઈલ ફોન મળી આવ્યો

ગોધરા સબ જેલ ખાતે ઈન્ચાર્જ જેલર દ્વારા સ્થાનિક ઝડતી સ્કવોર્ડ દ્વારા કેદીઓના બેરેકના ચેકીંંગ દરમિયાન બેરેક નં.3 ખીલીમાં લટકાયેલ થેલીમાં ચ્હાના કપમાં છુપાવી રાખેલ મોબાઈલ ફોન અને બેટરી મળી આવતાં આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા સબ જેલના ઈન્ચાર્જ લેનાર એમ.એલ.પટેલની સુચનાથી સ્થાનિક ઝડતી સ્કવોર્ડ તથા ફરજ ઉપરના કર્મચારીઓ સાથે રાખીને તમામ બેરેકોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુંં હતું. ઝડતી સ્કવોર્ડની તપાસ દરમિયાન બેરેક નં.3ના તમામ આરોપીઓના સરસામાનની ઝડતી કરાઈ હતી. દરમિયાન બેરેક નંં.3માં પ્રવેશતા ગેલેરીમાં ખીલીમાં લટકાયેલા થેલીમાં ચ્હાના કપમાં છુપાવી રાખેલ કેટોડા કંપનીનો મોબાઈલ ફોન બેટરી સાથે અને સીમ વગર મળી આવ્યો હતો. ઝડતી સ્કવોર્ડ દ્વારા મોબાઈલ ફોન કબ્જે લઈને તપાસ માટે ફોનને એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યો હતો અને આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.