ગોધરા સ્ટેશન રોડ ઉપર આવેલ સીટી ટીકા નં.228/1/અ વાળી ધાર્મિક ટ્રસ્ટની મિલ્કત લધુમતી ઈસમોને ગેરકાયદેસર વેચાણ કરાઈ


ગોધરા,
ગોધરા ધારાના સીટી સર્વે નંબર 228/1/અ જેનો ક્ષેત્રફળ 1725,7776 વાળી જમીનમાં ઈકવાયરી ઓફિસરના ઠરાવને આધારે સને 1936માંં હકક પ્રાપ્તિનો આધારની રાહે ધારણ કરનાર મહાલક્ષ્મી માતાના વહીવટદાર રણછોડરાય મોયારામ જુના વહીવટદાર સી.સી.નં.14/288/2 થી 14/288/24 એકત્ર થવાથી ધારણ કરનારનું વહીવટદાર તરીકે મંદિર જમીનોમાં નામો દાખલ થયેેલ છે અને આ મિલ્કતોમાં અશાંતધારો લાગુ થયેલ છે. આ જમીનોમાં અમુક મિલ્કતો ભાડા પટ્ટે આપેલની નોંધો છે. ત્યારબાદ તા.19/05/2001 થી લઈ ધાર્મિક જમીનોમાં ખોટી રીતે ભાડા પટ્ટા બનાવી ખોટા અધિકારી મોટી મોટી લાંચો આપી ખોટા દસ્તાવેજો બનાવી પોતાના નામે તથા સગા સંબંધીઓ નામે નોંધ નં.613 તા.21/07/2007 કોઈપણ જાતના આધાર પુરાવા વગર સીટી સર્વે સુપ્રિ. દ્વારા ધર્મિદા વહિવટદારોની જાણ બહાર તા.12/09/2007માં પ્રમાણિત કરેલ છે. જે નોંધમાં સીટી ટીકા નં.14 સી. સ.નં.14/288/1/અ/ તથા 14/228/1-બ તથા 14/288/2 થી 14/288/24માંં મહાલક્ષ્મી માતા વહીવટદાર તથા ચેરીટી કમિશ્ર્નરની જાણ તથા પરમીશન વગર ગોધરાના અસામાજીક તત્વો સાથે જોડાયેલા અને વર્ષોથી ભાગીદારી કરી નામી અનામી મિલ્કતો ધરાવનાર હિંદુ કોમના વર્ષાબેન વસંતકુમાર ભગત દ્વારા તથા મુસ્લીમ કોમના ઈલ્યાસ અહેમદ સિંધી તથા સીદ્દીક યુસુફ છુગા દ્વારા પોતાના આજુબાજુ નજીકના સગા-સંબંધીઓ દ્વારા મહાલક્ષ્મી માતાની ધાર્મિક જમીનો એક બીજાને વેચાણ કરી કરાવી કરોડોનો કૌભાંંડ કરેલ છે અને ગેરકાયદેસર ચેરીટી કમિશ્ર્નરના હુકમો વગર બારોબાર ધાર્મિક જમીનોમાં મોટા પ્રમાણમાં વેચાણ કરી નાખેલ છે. જે ઈસમોના નિવેદનો લેવામાં આવે તો કોને કેટલા રૂપીયા આપી વેચાણ લીધેલની હકીકતો બહાર આવવાની સંભાવના છે.

આમ, આ ધર્માદા જમીનો મહાલક્ષ્મી માતાના કયા કયા વહીવટદારોની સંમતિ છે. જે તપાસ દરમિયાન બહાર આવે તેમ છે. આમ, નોંધ નં.2537-2538-2547ની નોંધો તા.12/12/2013 તથા24/12/2013 નામંજુરની નોંધો તા.11/8/2014ના રોજ કરેલ છે. હકીકતો જણાવેલ નથી. વધુ નોંધ 2551 તા.24/12/2013ના રજી. દસ્તાવેજ નંબર 5402 તા.03/12/2013 તથા નોંધ નં.2566 તા.14/02/2014ના રોજ રજી. દસ્તાવેજ નં.2087 તા.09/04/2008 તથા નોંધ નં.2567 દસ્તાવેજ નંબર દર્શાવવામાં આવેલ નથી. નોંંધ નં.2568 દસ્તાવેજ નં.2086 તા.09/04/2008 તથા નોંધ નં.2576 તા.25/02/2014 દસ્તાવેજ તા.11/02/2011 નોંધ નં.2802 તા.06/02/2015 રજી. દસ્તાવેજ 5402 તા.31/12/2013 નોંધ નં. 2876 તા.25/05/2015 રજી. દસ્તાવેજ નં.1316 તા.20/03/2008 તથા નોંધ નંં. 2877 તા.25/05/2015 રજી. દસ્તાવેજ નં.922 તા.22/02/2013 નોંધ નં.2983 તા.15/10/2015 રજી. દસ્તાવેજ નં.811 તા.11/02/2011 નામંજુરની હકીકતોની નોંધો છે. જે નોંધો નામંજુર કરેલની હકીકતો શેરામાં જણાવેલ નથી કે કયા અધિકારી નામંજુર વિગતોના નામો જાહેર કરેલ નથી. જે નોંધોમાં મહાલક્ષ્મી માતાના વહીવટદારોની સંમતિ વિગતો દર્શાવવામાં આવેલ નથી અને પોતાના બાપદાદાની મિલ્કતો હોય તેમ ધાર્મિક જમીનોના દસ્તાવેજો વેચાણના એકબીજાને કરી આપેલ છે. આમ, કેટલીક નોંંધ નામંજુર કરવામાં આવેલ હોવા છતાં પ્રાંત ગોધરા પાસે મંજુર કરાવેલ છે. જે અપીલોમાં મહાલક્ષ્મી માતાના વહીવટદારો સામે નોટીસો આપેલની વિગતો નથી. તથા મંજુર કરનાર સીટી સર્વે સુપ્રિીટેન્ડન્ટ તથા પ્રાંત અધિકારી ગોધરાનાએ મુળ ધાર્મિક જમીનોની નોંધોની ચકાસણી નહી કરી કરાવી પુરેપુરી રેકર્ડની વિગતો જોયા વગર આંખો બંધ કરીને મોટી લાંચ રૂશ્વતો ધાર્મિક જમીનો લઈ પ્રમાણિક તથા મંજુર કરેલ છે. આવી ધાર્મિક મિલ્કતોમાં ગુજરાત સરકાર તથા હાઈકોર્ટના કેટલા જજમેન્ટો તથા મહેસુલ વિભાગ ગુજરાત સરકાર તરફથી ધાર્મિક મિલ્કતો રફેદફે ના થાય તેવા આદેશો વિભાગોને આપેલા છે. આમ, મહાલક્ષ્મી માતા મંદિરની જમીનોમાં કોને કોને ભાગ ભજવેલ છે. જે તપાસ દરમિયાન પુરી વિગતો મળી આવે તેમ છે. તથા અવલોકન વગરની જે તે સમયના પ્રાંત અધિકારીઓના હુકમો વગરની છે. જે પણ મહેસુલ કાયદા વિરૂદ્ધની તમામ નીતિ નિયમો વિરૂદ્ધ તે પણ શરતભંગ કરવાની થાય છે. આમ, મહાલક્ષ્મી માતા મંદિરની જમીનો ગેરકાયદેસર ફેરફાર કરેલ સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી હિન્દુ સમાજ દ્વારા માંગો ઉઠવા પામી છે.