ગોધરા, ગુજરાત એસ.ટી.વિભાગ દ્વારા ડ્રાઈવર-કંડકટરની ધટ સરભર કરવા નિવૃત્ત ડ્રાઈવર-કંડકટરની 11 માસ માટે ફિકસ પગાર સાથે કરાર આધારિત નિમણુંક કરવામાં આવી છે. ગોધરા એસ.ટી.વિભાગના નિયામક બી આર ડિંડોરના જણાવ્યા અનુસાર રાજયના ધણા ડેપોમાં ડ્રાઈવર-કંડકટરોની ધટના કારણે એસ.ટી.ના સંચાલકમાં મુશ્કેલી પડતા નિરાકરણ લાવવા રાજય એસ.ટી.નિગમ દ્વારા નિવૃત્ત ડ્રાઈવર-કંડકટરની કરાર સાથે ભરતી કરવા આયોજન કરાયુ છે. જેમાં નિવૃત્ત ડ્રાઈવર-કંડકટર સ્વેૈચ્છાએ ફરજ નિભાવવા તૈયાર હોય તેઓ માટે નિગમ દ્વારા નિવૃત્ત ડ્રાઈવર-કંડકટરને 11 માસનો કરાર કરવાની રહેશે. નવી ભરતી પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી ફરજ ચાલુ રહેશે.62 વર્ષ પુર્ણ થવા જેમાં માસિક ફિકસ રૂ.26000 વેતન અપાશે. સિવિલ સર્જનનુ ફિટનેસ સર્ટિ, પોલીસ દાખલો સહિત 18 જેટલી શરતોનુ ફરજ દરમિયાન પાલન કરવાનુ રહેશે.ગોધરા વિભાગ દ્વારા પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં 7 ડેપોમાં 216 ડ્રાઈવર અને 156 કંડકટરોની ધટ છે. રાજય એસ.ટી.વિભાગ દ્વારા નિવૃત્ત ડ્રાઈવર-કંડકટરની કરાર સાથે ભરતી જાહેરાત કરવામાં આવતા ગોધરા વિભાગીય કચેરી ખાતે 100થી વધુ નિવૃત્ત ડ્રાઈવર અને કંડકટરોએ પણ કરાર સાથે ફરજ નિભાવવાની તૈયારીઓ સાથે પોતાની અરજી કચેરીમાં આપી છે.