ગોધરા,પંચમહાલ જીલ્લામાં એકમાત્ર ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ આવેલું છે. જ્યાં રોજિંદા મોટી સંખ્યામાં મુસાફરો અવર જવર કરતા હોય છે. ત્યારે બસ સ્ટેન્ડ ઉપર પ્રાથમિક સુવિધાઓને લઈને અવર-જવર કરી રહેલા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેને લઇને આજરોજ ગોધરાના જાગૃત નાગરિકો દ્વારા જીલ્લા કલેકટર સહીત જીલ્લા વિભાગીય નિયામકને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ગોધરા શહેરમાં એકમાત્ર લાલબાગ બસ સ્ટેન્ડ આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં મુસાફરો અવર જવર કરતા હોય છે. જ્યાં ઘણી બધી અસુવિધાઓ ને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. હાલમાં પંચમહાલ જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે બીજીબાજુ ગોધરા શહેરમાં આવેલા બસ સ્ટેન્ડમાં પંખા બંધ અવસ્થામાં છે. જ્યાં મુસાફરો પરસેવે રેબઝેબ થવું પડે છે. બીજી તરફ જાહેર શૌચાલયમાં તેમજ બસ સ્ટેન્ડની ચોતરફ સાફ સફાઈ તેમજ બેઠક વ્યવસ્થા અને સીસીટીવી કામ કરતા નથી. જેથી વધારે સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર છે. તેમજ બસની બહાર નીકળવાના રસ્તા ઉપર ઇન્ડિકેટર લગાવવાની જરૂર છે. જેવી પ્રાથમિક જરૂરિયાતોને લઈને આજરોજ ગોધરાના જાગૃત નાગરિકો દ્વારા જીલ્લા કલેકટર સહિત વિભાગીય નિયામકને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.