ગોધરા સર્વે નં.301/1/17 વાળી જમીન સીટી સર્વેમાં પાનીયું ચાલતું હોવા છતાં રેવન્યુમાં પાનીયું ચડાવી ગેરરીતીને દુરસ્ત કરાશે ખરી ?

ગોધરા,
પંચમહાલ જીલ્લા ગોધરા કસ્બાના રે.સ.નં.301/1/17 વાળી જમીન સીટી તબદલી થઈ ગયેલ હોવા છતાં તથા અરજદાર તરફે આધાર પુરાવા આપેલ હોવા છતાંં ગોધરા શહેર ગણત કેસ નં.1/2020માં હાલના શહેર મામલતદાર કૃષિપંચ ગોધરા એમ.એમ.ભાભોર અને હાલના મહેસુલ મામલતદાર અરવિંદ રાજપુત સામે ખોટા બોગસ કાયદા વિરૂદ્ધ તથા રેવન્યુ રેકર્ડ તથા વહીવટી રૂલ્શ વિરૂદ્ધ બનાવેલ બાબતે ગોધરા જાગૃત નાગરિક દ્વારા ગુજરાત સરકાર તરફ બિડાણ સહિત પુરાવાના આધારે ગુજરાત સરકાર મહેસુલ મંત્રી સમક્ષ તા.16/6/2022ના રોજ અરજી વિષય યુકત બાબતે ખાતાકીય તપાસ તથા સ્પેન્સ કરવા બાબતની રેવન્યુ રૂલ્શ તથા વહીવટીનાટે યોગ્ય કાર્યવાહી કરવા ન્યાય ગુજરાત સરકાર મહેસુલ વિભા મંત્રી પાસે માંગેલ તે બાબતે ગુજરાત સરકાર મંત્રી પ્રશ્ર્ન ક્રમાંક : પીએસ/મઆકાવૈ/28/3520/2022 તા.15/7/2022ના રોજ મુખ્ય મહેસુલ તપાસણી કમિશ્ર્નર (વિજીલન્સ) તરફ મોકલી આપેલ છે.

જે મંત્રી પ્રશ્ર્ન આજ્ઞાનુસાર વિનંતી છે. જે હાલ ચી.ટુ.કલેકટર પાસે પેન્ડીંગ છે. વધુ જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા આ બાબતે તા.5/6/2022ના રોજ અરજી આપેલ છે. જે બાબતે નાયબ મામલતદાર મહેસુલ શહેર ગોધરા અરવિંદ રાજપુત સામે કલેકટર મેન્યુઅલ મુજબની ખાતાની ખાતાકીય કાર્યવાહી જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરાના વહીવટીનાટે થાય છે. જેથી જાગૃત નાગરિક દ્વારા અરજી આપેલ છે. આમ, આ સર્વે નં.301/1/17વાળી જમીનમાં જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા વિગતો તથા આધારા પુરાવા ઘ્યાને લેતા સદર રજુઆતો આપ દ્વારા નિગાહે લેવા આવેલ નહી હોવાનું જણાયેલ છે. સદર નોંધમાં નોંધ મંજુર કરવા અંગેના શરામાં સર્કલ ઓફિસરની સહી જણાતી નથી. ત્યાં સવાલવાળી મિલ્કત સને 1972 થી સર્ટી હસ્તક ચાલતી હોવા છતાં દફતરે પણ 7/12 ચાલુ હોવાનું જણાય છે.

જે રેર્કડી ચકાસણી કરેલ હોવાનું જણાતું નથી. તેમજ વધુ શહેર મામલતદારનું ધ્યાન દોરતા સદર જમીન સીટી સર્વે કચેરી ખાતે દાખલ થયેલ નોંધ નં.359 તા.30/5/1972ના આધારે ર્ડા.રમેશચંદ્ર નાનાલાલ મહેતાનું દવાખાનું આંખોનું આવેલ હોવા છતાંં કોઈ પણ જાતની તપાસ કર્યા વગર બોગસ ખેડુતો શહેર મામલતદાર કૃષિપંચ ગોધરા એમ.એમ.ભાભોર તથા નાયબ કલેકટર શહેર મામલતદાર અરવિંદ રાજપુત દ્વારા બોગસ મોટામાં મોટી લાંચ રૂશ્ર્વત લઈ ખેડુતો બનાવેલ છે. જેથી જીલ્લા કલેકટર અને લીગલી વિભાગ સરકારી વકીલનું ધ્યાન દોરી સરકારી રાહે અપીલ કરાવશે કે કેમ આ સર્વે નં.301/1/7 વાળી સદર હુકમ નંં.સીટી એસ/વશી/2756 તા.26/7/1976 થી (ખેતી સિવાય)ની નોંધ દાખલ થયેલ છે. તેમ છતાંં કોઈ પણ રેકર્ડ ઓફ રાઈટ કે વહીવટીનાટે તથા કાયદાને ધ્યાને લીધેલ નથી. જે બાબતે જાગૃત નાગરિક દ્વારા તમામ પુરાવા બિડાણ સહિત ગુજરાત સરકાર ગાંધીનગર તરફ કરેલ છે અને જેથી આવા કર્મચારીઓ, અધિકારીઓથી સરકાર બદનામ થાય છે. જે બાબતે આવા કર્મચારીઓ, અધિકારીઓની તપાસ એકબીજા કરતા નથી અને લાંબા પ્રમાણમાં નિવૃત થતા સુધી કાર્યવાહી કરી મુખ્ય અધિકારીનું ધ્યાન નહી દોરી ખાતાકીય તપાસની ફાઈલો દબાવી મુકેલ છે. આથી પુરાવા સહિતની ગેરરીતિઓ ભ્રષ્ટાચાર કરેલ નાગરિકો દ્વારા ગુજરાત સરકાર તરફ થાય છે. પરંતુ જો કાયદા તથા ગુજરાત રાજ્ય સરકારના પરિપત્રો કરાવો બંધારણી ગેઝેટો ધ્યાને લેવામાં આવે તો 1972 શિસ્તભંગ પગલા વધુ યોગ્ય કાર્યવાહી થાય તો મુળ ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવે તેમ છે. જેથી મંત્રી પ્રશ્ર્ન હોય તો જાગૃત નાગરિકની સાચી અને ગળેવળગે તેવી રેકર્ડ ઓફ રાઈટ નોંધો તથા કાયદાનું અનાદર નજરે દેખાતું હોય યોગ્ય કાર્યવાહી બોગસ ખેડુતો બનાવેલ ખાતાકીય તપાસ થાય તેવી ગુજરાત સરકારને પુરાવા સહીત નાગરિક દ્વારા રજુઆતો કરેલ છે.