
ગોધરા, ગોધરા એસ.આર.પી. નગર સામે આવેલ અંબિકાનગર સોસાયટી વિસ્તાર નગર પાલિકામાં આવતો હોય છેલ્લા 17 વર્ષથી સોસાયટી બનેલ હોય તેમ છતાં ભુર્ગભ ગટર લાઈનની વ્યવસ્થા કરાઈ નથી. આ વિસ્તારનું ગંદુ પાણી ખુલ્લામાં નિકાલને લઈ રોગચાળાના ભય સંતાવી રહ્યો હોય ત્યારે ગટર લાઈન અને સીસી રોડ બનાવવામાં આવે તેવી માંગ સાથે પાલિકા પ્રમુખને લેખિત રજુઆત કરાઈ.
ગોધરા એસ.આર.પી. નગર સામે આવેલ અંબિકાનગર સોસાયટી છેલ્લા 17 વર્ષથી બનેલ છે. આ સોસાયટીમાં 400 જેટલા મકાનો બનાવેલ છે. આ સોસાયટી નગગર પાલિકા વિસ્તારમાં આવે છે. આ સોસાયટીમાં ભુર્ગભ ગટર લાઈનની વ્યવસ્થા કરાઈ નથી. જેને લઈ ધર વપરાશનું ગંદુ પાણી ખુલ્લામાં નિકાલ થઈ રહ્યો છે. ખુલ્લામાં ગંદાપાણીનો નિકાલ થતો હોવાથી ગંદકીનુંં સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગંદાપાણીનો નિકાલને લઈ મચ્છરોના ઉપદ્રવ વધ્યો છે. રોગચાળાના ભય પણ સતાવી રહ્યો છે. ત્યારે આ સોસાયટીમાં ગંદાપાણીના નિકાલ માટે ગટર લાઈનની સુવિધા ત્વરીત કરવામાં આવે અંબિકાનગર સોસાયટી બની ત્યારથી કબીર મંદિર બાજુમાં સોસાયટીમાં જવાનો રસ્તો કાચો અને ખાડાવાળો છે. પાકો રોડ બનાવવામાં આવ્યો નથી. જેને લઈ કાચા રોડ ઉપર પાણી ભરાય તો અવરજવરમાંં રહિશોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે કબીર મંંદિરની બાજુમાં થઈ સોસાયટીમાં જતો રસ્તો આર.સી.સી. બનાવી આપવાની માંગ કરાઈ છે. અંબિકા સોસાયટીના રહિશો દ્વારા પાલિકામાં ગટર લાઈન અને આર.સી.સી.રોડ માટે લેખિત અને મૌખિક અનેક રજુઆતો કરાઈ હોવા છતાં પગલા ભરવામાં નહિ આવતા અંબિકા સોસાયટીના રહિશો દ્વારા ગોધરા પાલિકા પ્રમુખ અને પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત ગટર લાઈન અને આર.સી.સી.રોડની વ્યવસ્થા આપવાની માંંગ કરી છે.