
ગોધરા શહેરના લુણાવાડા હાઇવે માર્ગ પાસે આવેલ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સદભાવના કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના વિવિધ જીલ્લાઓમાંથી 18 જેટલી ટીમો ભાગ લીધો હતો.ગઈકાલે રાત્રે ગોધરા રેન્જ આઇ.જી અને ક્લાસીસ ઇલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી મોટી સંખ્યામાં ગોધરાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર ખાતે સદભાવના કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યુ હતુ ,જેમા રેન્જ આઈજી આરવી અસારી ફીરદોસ કોઠી નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રેન્જ આઇજી એ જણાવ્યું હતું કે, રમતગમતથી નેશન ફસ્ટની ભાવના વિકસે છે.સાથે એકબીજાના પરિચયમા આવાથી મળી શકાય છે. ફાઈનલ મેચ નિહાળવા મોટી સંખ્યામા ગોધરાની જનતા ઉપસ્થિત રહી હતી.
ગોધરા ખાતે આવેલા એસઆરપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખાતે સદભાવના કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમા ગોધરા રેન્જ આઈજી અને ક્લાસીસ ઈલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમા ગોધરા રેન્જ આઈજીની ટીમ દ્વારા 209 રન કરવામાં આવ્યા હતા. જ્યારે 150 રન ક્લાસીસ ઈલેવન દ્વારા કરવામાં આવ્યા હતા. વિજેતા ટીમને 36000નુ ઈનામ આપવામાં આવ્યું હતું અને 16000 પરાજીત પામેલી ટીમને ઈનામ આપવામાં આવ્યું હતું.
આર.વી.અસારી રેંજ આઈજીએ જણાવ્યું હતું કે, આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. તેમનો આભાર માનું છું. આવા આયોજનોથી નેશન ફસ્ટની ભાવના વિકસે છે. બધા એકબીજાને મળી શકીએ છે. મેચ નિહાળવા મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.