સુપર ફાસ્ટ ટ્રેન માંથી લુંટ થયેલ મુદ્દામાલ ગોધરા ના વેપારીને વેચ્યાની કબુલાત બાદ અટકાયત કરાયેલ વેપારીને છોડી મુકતા તર્ક વિતર્ક
ટ્રેનના સિગ્નલ લોસ કર્યા બાદ થંભી ગયેલ ટ્રેનના અલગ અલગ કોચ માંથી ચોર લુંટારૂ ઈસમો દ્વારા 3.20 લાખની ચોરી લુંટ કરાઈ હતી
નડીયાદ રેલ્વે પોલીસ દ્વારા આરોપીઓની દાગીના ગોધરામાં વેચવાની કબુલાત
ગોધરા,આણંદ-ગોધરા રેલ્વે ટ્રેક ઉપર અંબાદ-અંગાડી વચ્ચે નૂતન વર્ષના દિવસ ગાંધીધામ-ઈન્દોર નોનસ્ટોપ સુપર ફાસ્ટ ટ્રેનના સિગ્નલ લોસ કર્યા બાદ થંભી ગયેલ ટ્રેનના અલગ અલગ કોચ માંથી ચોર લુંટારૂ ઈસમો દ્વારા 3.20 લાખની ચોરી લુંટ કરાઈ હતી. આ લુંટના ગુનામાં નડીયાદ રેલ્વે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાંં આવ્યા હતા. ટ્રેનના કોચ માંથી મુસાફરો પાસેથી લુંટ કરાયેલ સોનાના દાગીના ગોધરા નવા બજાર જૈન દેરાસર પાસે આવેલ મદની જવેલર્સના વેપારીને ત્યાંં વેચવામાં આવ્યો હોવાની કબુલાત પકડાયેલ આરોપીઓ દ્વારા કરતા નડીયાદ રેલ્વે પોલીસ ગોધરા ખાતે પહોંચી હતી. અને ચોરીનો મુદ્દામાલ લેવાના ગુનામાં પુછપરછ માટે અટકાયત કરાઈ હતી. પરંતુ નડીયાદ રેલ્વે પોલીસ દ્વારા આરોપીઓની દાગીના ગોધરામાં વેચવાની કબુલાત કરી હોવા છતાં ગોધરાની અટકાયત કરાયેલ વેપારીને છોડી મુકવામાંં આવ્યા છે. ત્યારે શું પકડાયેલ આરોપીઓ દ્વારા પોલીસને ખોટી માહિતી આપી હોય કે પછી વેપારી પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. તે રેલ્વે પોલીસની ચોકકસ તપાસમાં ખુલી શકે છે.
આ પણ વાંચો : ગોધરાના રાજય વેરા નિરીક્ષક પુષ્પકકુમાર પંચાલ પાંચ હજારની લાંચ લેતા ACB એ ઝડપીયો.