ગોધરા સ્મશાન રોડ ઉપર બાઈક આગળ વ્યકિત આવી જતાં બાઈક પડી જતા બાઈક પાછળ બેઠેલ યુવાન ગંભીર ઈજાઓ થતાં મોત

ગોધરા, ગોધરા સ્મશાન રોડ હર્ષ કિલનીક આગળ રોડ ઉપર થી બાઈક ચાલક પોતાનું વાહન લઈ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બાઈક આગળ ઈસમ આવી જતાં બાઈક ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા પડી ગયા જેમાં ચાલકને સામાન્ય ઈજાઓ જ્યારે પાછળ બેઠેલ વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચતા દવા સારવાર માટે વડોદરા ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા હર્ષ કિલનીક સ્મશાન રોડ આગળથી બાઈક નં.જીજે.17.બીએફ.1699ના જગદીશભાઇ ગણપતસિંહ બારીયા અને પાછળ તેમના કાકાના છોકરા કેતનને બેસાડી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈકની આગળ અજાણ્યા વ્યકિત આવી જતાં બાઈક ચાલકે પોતાની બાઈકના સ્ટીયરીંંગ પરનો કાબુ ગુમાવી દેતાં રોડ ઉપર પડી ગયા હતા. જેને લઈ ચાલક જગદીશભાઈને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. જ્યારે બાઈક પાછળ બેઠેલ કેતનભાઈનો શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર મટો વડોદરા એસ.એસ.જી.માં ખસેડવામાં આવ્યા હતા. જ્યા દવા સારવાર દરમિયાન કેતનભાઈનું મોત નિપજાવા પામ્યુંં. આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.