ગોધરા સિંદુરીમાતા મંદિર પાસે આરોપી ઈસમ પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડતો હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી 3 ઈસમોને 12,140/-રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા ખાડી ફળિયા વિસ્તાર સિંદુરીમાતા મંદિર પાસે રહેતા સંજય પ્રભુદાસ ખિસ્તી પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડી રહ્યા તેવી બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસ રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પુનમ સોમાભાઈ બારીયા, જગદિશ ઈશ્ર્વરભાઈ ચોૈહાણ, કૈલાશ રતીલાલ ચોૈહાણને ઝડપી પાડી તેમજ અંગઝડતી અને દાવ ઉ5ર મુકેલ રોકડા રૂપિયા 12,140/-કબ્જે લેવામાં આવ્યા હતા. જયારે પોલીસે રેઈડ દરમિયાન આરોપી સંજય પ્રભુદાસ ખિસ્તી સ્થળ ઉપર આવ્યો ન હતો આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવવા પામી છે.