ગોધરા,ગોધરાના સીમલીયા ધોડા ત્રણ રસ્તા પાસે આવેલ પરફેકટ પાઈપ એન્ડ સીમેન્ટ કંપનીના કંપાઉન્ડ તથા ગોડાઉન માંથી બીડની રીંગો, ગીયર બોકસ વાયર બાંધવાનું રનર મળી કુલ 4,61,000/-રૂપીયાની આરોપી ચોરી કરી જતાં ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા સીમલીયા ધોડા ત્રણ રસ્તા પાસે આવેલ પરફેકટ પાઇપ એન્ડ સીમેન્ટ આર્ટીકલ્સ કંપની માંથી આરોપી મહેબુબ કોળા ઉર્ફે ઝીણા (રહે. મકકી મસ્જીદ પાસે) નાએ ફેકટરીના કંપાઉન્ડ અને ગોડાઉન માંથી બીડની રીંંગો નંગ-103, પાઈપ બનાવવાાના લોખંડના ફાડીયા નંંગ-7, નાનું અને મોટું ગીયર બોકસ, લોખંડનું વાયર બાંધવાનું રનર મળી કુલ 4,61,000/-રૂપીયાના મુદ્દામાલની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.