ગોધરા, ગોધરા શ્રી સહજાનંદ સોસાયટી ચોક ખાતે તા.15 ડીસેમ્બર થી 17 ડીસેમ્બર 2023 સુધી ભગવાન શ્રી સ્વામિનારાયણ એવમ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપાથી તથા વડતાલ પીઠાધીપતિ પ.પૂજય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આર્શીવાદ આજ્ઞાથી તેમજ પ.પૂજય શ્રી નૌતમ પ્રકાશદાસજીની પ્રેરણાથી અને ગોધરા શ્રી સ્વામીનારાયણ સમસ્ત સત્સંગ સમાજના મહિમાની કથાનું આયોજન કરવામાં આવેલ છે. વકતાપદે શાસ્ત્રી માનસ પ્રકાશદાસજી ગુરૂ ધનશ્યામ પ્રિયદાસજી (સાવદાવાળા) વ્યાસપીઠે બિરાજમાન થઈ સંંગીતના સથવારે દિવ્યકથાનું રસપાન કરાવશે. આ પ્રસંગે પૂજય આચાર્ય મહારાજશ્રી તેમજ ધામોધામથી પધારેલા સંતો તથા સાંખ્યયોગી માતાઓ પણ પધારશે અને દર્શન અને આર્શીવાદનો લાભ આપશે. માગસર સુદ પાંચમ રવિવાર તા.17 ડિસેમ્બર 2023ના રોજ દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું છે. ગોધરા શ્રી સહજાનંદ સોસાયટી યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરાયું છે.