શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા કોરોના મહામારીમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ઈન્જેકશન અને દવાઓના જથ્થાની સહાય

ગોધરા,
કોરોના મહામારીના કારણે દર્દીઓ ની હાલત કફોડી બનવા પામી છે. કોરોના ઉપરાંત લોકો અન્ય રીતે પણ હાલની સીઝનમાં બીમાર પડતા હોય છે. જેના કારણે જરૂરિયાતમંદો ને બેડ, દવા,ઇન્જેક્શનો સમયસર મળતા નથી. કોરોના સામેના જંગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર મળી રહી છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં હોસ્પિટલમાં પણ દવા, ઇન્જેક્શન, માસ્ક તેમજ જરૂરી વસ્તુઓની અછત અનુભવી રહ્યા છે.

ત્યારે ગોધરા શહેરના શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા તેમજ સમાજના અગ્રણીઓ ક્ષુલ્લકભાઈ ગાંધી,જ્યંતીલાલ શેઠ, સુરેશભાઈ શાહ,અશોકભાઈ દોશી, ડો.નિશાંતભાઈ શેઠ,જયેશભાઇ અને કલ્પેશભાઈએ અત્રે બિરાજમાન જૈનાચાર્ય પૂજ્ય શીલચંદ્રસુરીશ્ર્વરજી મહારાજ ને આ જરૂરિયાત અંગે જણાવતા મહારાજે પણ પોતાના જૈન સમાજને સહાય માટે હાંકલ કરતા જૈન સમાજ દ્વારા ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. જે ફંડ થકી દવાઓ, ઇન્જેક્શનો, માસ્ક વગેરેનો મોટો જથ્થો દાન સ્વરૂપે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આપી સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ ચરિતાર્થ કર્યું છે. ત્યારે જૈન સમાજ દ્વારા આવનાર દિવસોમાં પણ સહાયનો ધોધ વરસાવતો રહે તેવું આયોજન હાલ કરી રહ્યા છે. વધુમાં જૈન સમાજના યુવાન મિત્રો દીપેશ, ફેનીલ,અર્પણ, ચીંટુ, બંટી, રવિ, મિતુલ, વિશાલ, મિહિર, પ્રથમ, નિહાર અને ચેત્ય એ સિવિલ હોસ્પિટલમાં, નર્સિંગ કોલેજ, અને અલ હયાત મસ્જિદ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ ને ફ્રૂટ્સ, બિસ્કિટ,એનર્જી ડિં્રક્સ,ઓ.આર.એસ પેકેટ્સ,વાઈટલ ઝેડ વિટામિનની દવાઓ,હેન્ડ સેનેટાઇઝર, માસ્ક તેમજ અન્ય જરૂરી વસ્તુઓ ની કીટ બનાવી વિતરણ કર્યું હતું.

આ કોરોના મહામારીમાં ગોધરા શહેર ના દરેક સમાજ,સંસ્થા અને કુટુંબો એક સંપ થઈ સહકાર થી યથાશક્તિ સહાય અને સેવકાર્યના યજ્ઞમાં જોડાયા છે. જે સહુના કાર્યને જૈન સમાજ બિરદાવે છે અને દરેકને પ્રભુ વધુ ને વધુ શક્તિ આપે અને આ કોરોના મહામારી વહેલી તકે ખતમ થાય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

Don`t copy text!