- સીટી સ્કેન ૨૦૦૭ થી સીટી સ્કેન મશીન હોવા છતાં તર્જજ્ઞ તબીબ અને ઓપરેટરના અભાવે બિનઉપયોગી કન્ડમ હાલત
- આજરોજ નાયબ મુખ્યમંત્રી દ્વારા ૧૭ જીલ્લાની સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીનની જાહેરાત ગોધરા સિવિલનો સમાવેશ.
- ગોધરા સિવિલને સીટી સ્કેન મશીન ફળવાય તે પહેલા તર્જજ્ઞ તબીબ અને ઓેપરેટર ફળવાય તે જરૂરી.
- સિવિલમાં સીટી સ્કેન મશીન શરૂ થાય તો ગરીબ દર્દીઓ માટે આર્શીવાદ સમાન.
ગોધરા,
પંચમહાલ જીલ્લની ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતાં હોય છે. જીલ્લાની સરકારી હોસ્પિટલમાં આવતાં દર્દીઓને સીટી સ્કેન માટે વડોદરા સુધી લાંબા થવું પડતું હતું. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૭ના વર્ષમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન ફાળવવામાં આવ્યું હતું પરંતુ સીટી સ્કેન મશીન માત્ર ઉદ્ધધાટન બાદ ચાલુ કરવામાં આવ્યું ન હતું અને જીલ્લાના દર્દીઓ માટે લાખો રૂપીયાના ખર્ચે મુકાયેલ સીટી સ્કેન મશીન હાલ પણ ધુળ ખાઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ૨૦૦૭માં ફળવાયેલ સીટી સ્કેન મશીન ઓપરેટરના અભાવે બંધ પડયું હતું અને તેના લાભ દર્દીઓ લઈ શકયા નથી. ત્યાં આજરોજ રાજ્ય સરકાર દ્વારા ૧૭ જીલ્લાઓમાં સીટી સ્કેન મશીન ફાળવવાની જાહેરાત કરાઈ છે. તેમાં ગોધરા સિવિલ હોસ્પિટલનો સમાવેશ કરાયો છે અને ગોધરા સિવિલને સીટી સ્કેન મશીન ફળવાશે પરંતુ સીટી સ્કેન મશીન માટે તર્જજ્ઞ તબીબ અને ઓપરેટર ફાળવાશે ખરા ? કે અગાઉની જેમ ગોધરા સિવિલમાં સીટી સ્કેન મશની ધુળ ખાશે તે જોવું રહ્યું.
પંચમહાલ જીલ્લામાં કોરોના મહામારીમાં ફેફસાના સંક્રમણની તપાસ કરવા માટે સીટી સ્કેનની દર્દીઓને જરૂરીયાત ઉભી થઈ હતી પરંતુ ગોધરા કોવિડ-૧૯ હોસ્પિટલ દ્વારા કોરોના સંક્રમમિત દર્દીઓને સીટી સ્કેન માટે ખાનગી લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. કોરોના મહામારીકાળમાં આર્થિક સંકટમાં પણ દર્દીઓને સીટી સ્કેન માટે ખાનગી લેબમાં નાણા ચુકવવા પડયા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલમાં ૨૦૦૭ના વર્ષથી સીટી સ્કેન મશીનની સુવિધા ધરાવે છે પરંતુ સીટી સ્કેન તજજ્ઞ તબીબ અને ઓપેરટરના અભાવે સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપીયાના ખર્ચે ફળવાયેલ સીટી સ્કેન મશીન ધુળ ખાઈ રહીયુ છે. ૨૦૦૭ના વર્ષમાં તત્કાલીન આરોગ્ય પ્રધાન અશોક ભટ્ટના વરદ્દ હસ્તે સિવિલ હોસ્પિટલના સીટી સ્કેન મશીનનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. પરંતુ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ફળવાયેલ સીટી સ્કેન મશીનની સેવા દર્દીઓ લઈ શકયા નથી.
ગોધરા સિવિલ હોસ્પિટલનું સીટી સ્કેન મશીન કાર્યવંત હોય તો કોરોના મહામારી જેવા કપરાકાળમાં દર્દીઓ માટે આર્શીવાદ સમાન બની હોત અને ખાનગી લેબમાં સીટી સ્કેન માટે જે આર્થિક ભારણ વેઠવું પડયું તેનાથી બચી શકયા હોત પરંતુ જીલ્લાની ગોધરા સિવિલ હોસ્પિટલના સીટી સ્કેન મશીનને કાર્યવંત કરાવવા માટે હોસ્પિટલના સત્તાવાળાઓએ કોઈ રાજકીય તેના દ્વારા પ્રયત્નો કરીને સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન માટે તર્જજ્ઞ તબીબ અને ઓપરેટરની ફાળવણી કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
આજરોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ૧૭ જીલ્લાકક્ષાની હોસ્પિટલો માટે ૮૨.૫૦ કરોડના ખર્ચે સીટી સ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગોધરા સિવિલ હોસ્પિટલને પણ સીટી સ્કેન મશીન ફાળવવામાં આવનાર છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં પૂન: બીજી વખત સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ થવાની છે પરંતુ શું સરકાર દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ફાળવનાર સીટી સ્કેન મશીન માટે તર્જજ્ઞ તબીબ અને ઓપરેટરની ફાળવણી કરાવવામાં આવશે કે પણ જીલ્લાની સિવિલ હોસ્પિટલમાં ૨૦૦૭ના વર્ષથી ફળવાયેલ સીટી સ્કેન મશીન દર્દીઓના ઉપયોગમાં આવ્યા વગર કડમ હાલતમાં આવ્યું છે. તેવી આ સીટી સ્કેન મશીનની સ્થિતી ઉભી થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે તે પણ જરૂરી છે.