
ગોધરા,
ગોધરા સિવિલ હોસ્પિટલ નજીક મેશરી નદી માંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસે નવજાત શિશુના મૃતદેહને કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.
વિસ્તૃત વિગતો પ્રમાણે ગોધરા શહેર મેશરી નદી સિવિલ હોસ્પિટલ નજીક થી મૃતક હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. જેને લઈ મોટી સંખ્યામાં લોકટોળાઓ ઉમટી પડયા હતા. આ ધટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ધટના સ્થળે પહોંચી હતી અને નવજાત શિશુના મૃતદેહનો કબ્જો લઈને સ્થળ પંચકયાસ કરીને તપાસ હાથ ધરી છે.