- કોવિડ વિભાગમાં કરાર આધારિત તજજ્ઞ તબીબ, પેરામેડીકલ સ્ટાફ તેમજ વર્ગ-૪ કર્મીઓને છુટા કરાયા
- સરકાર કોરોનાના ત્રીજા વેવની તૈયારીઓ કરવાની વાતો વચ્ચે ગોધરા સિવિલના કોવિડ વિભાગના સ્ટાફને છુટા કરાયો
ગોધરા,
ગોધરા સિવિલ હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં ૧૧ મહિનાના તેમજ કેટલાકને હંગામી ૩ મહિના માટે તજજ્ઞ તબીબત, પેરામેડીકલના વર્ગ-૪ના તમામ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાના ત્રીજા વેવની તૈયારીઓ કરી રહી છે. તેવા સમયમાં કોવિડ વિભાગમાં ભરતી કરવામાં આવેલ સ્ટાફને છુટા કરવામાં આવ્યા છે. ત્યારે શું ત્રીજા વેવની સંભવિત કોરોના મહામારીમાં સરકાર દર્દીઓની સારવારને કેવી રીતે પહોંચી વળશે તે વિચારવા જેવું છે.
કોરોના મહામારીના પહેલા વેવ અને બીજા વેવમાં કોરોના સંક્રમણ એ અજગરી ભરડો લેતાં આરોગ્ય સેવાઓ ચરમાઈ ઉઠી હતી. કોરોના સંક્રમિત દર્દીઓને આરોગ્ય સેવાઓ કેવી રીતે પુરી પાડવી તેના માટે દીધામાં મુકાઈ ગઈ હતી. તેવા કોરોના મહામારીના પહેલા વેવ અને બીજા વેવમાં કોવિડ વિભાગમાં કોરોના દર્દીઓની સારવાર માટે ૧૧ મહિનાના કરાર આધારિત તેમજ ત્રણ મહિનાના હંગામી ભરતી કરાઈ હતી. ગોધરા સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં તજજ્ઞ તબીબ, પેરામેડીકલ અને વર્ગ-૪માં મોટી સંખ્યામાં સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. પણ જ્યારે રાજ્યમાં બીજા વેવના કોરોના મહામારીમાં કોરોના સંક્રમણના કેસ ધટી રહ્યા છે. તેને જોતા ગોધરા સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં ફરજ બજાવતા ૭૦ જેટલા ૧૧ મહિનાના કરાર આધારીત તેમજ ૩ મહિનાના હંગામી કોવિડ કર્મચારીઓને તાત્કાલીક અસર થી છુટા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. કોવિડ કર્મચારીઓને છુટા કરવાના ઓર્ડરમાં કોરોના કેસમાં ધટાડો થતાં છુટા કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર કોરોનાના ત્રીજા વેવ માટે તૈયારીઓમાં લાગી છે. તેવી વાતો કરવામાં આવી રહી છે. જ્યારે બીજા તરફ કોરોના મહામારીના પહેલા અને બીજા વેવમાં કોવિડ વિભાગમાં ભરતી કકરાયેલ કોવિડ સ્ટાફને છુટા કરવાનો હુકમ કર્યો છે. ત્યાર શું કોરોનાની સંભવિત ત્રીજા વેવમાં સરકાર દ્વારા પુન: કોવિડ વિભાગ માટે સ્ટાફની ભરતી પ્રક્રિય હાથ ધરશે. હાલ કોરોના સંક્રમણનું ભય દુર થયું નથી અને કોરોનાની ત્રીજી વેવ આવી શકે તેવી અગાઉની સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવી જાહેરાતો કરવામાં આવી રહી છે. તેની વચ્ચે ગોધરા સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગના સ્ટાફને છુટા કરવામાં આવ્યો છે. તેવામાં કોરોનાનો ત્રીજા વેવ આવે તો પંચમહાલ જીલ્લામાં કોવિડ વિભાગમાં સ્ટાફ વગર દર્દીઓની હાલત શું થશે તે કલ્પના કરવી રહી.