ગોધરા સિવિલ હોસ્પિટલના આઉટ સોર્સ સફાઈ કર્મચારીઓના ત્રણ મહિનાથી પગાર નહિ મળતાં સફાઈ થી અગળા રહ્યા

ગોધરા,
ગોધરા સિવિલ હોસ્પિટલમાં આઉટ સોર્સ થી સફાઈ કર્મી તરીકે કામગીરી કરતાં કર્મચારીઓનું ત્રણ મહિનાથી પગાર નહિ ચુકવાતા સફાઈ કામગીરીથી અળગા રહીને વિરોધ વ્યકત કર્યો છે.

પંચમહાલ જીલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલમાં ૬૦ જેટલા સફાઈ કર્મચારીઓ આઉટ સોર્સથી સફાઈ કામગીરી કરી રહ્યા છે. તેવા આઉટ સોર્સ સફાઈ કર્મીઓનો છેલ્લા ત્રણ મહિના કોવિડ વોર્ડ સહિતના કર્મીઓ પગાર થી વંચિત રહ્યા છે. ત્રણ મહિનાથી પગાર નહી થતાં સફાઈ કર્મીઓનું ઘર ચલાવવાનું મુશ્કેલ પડી રહ્યું છે. જેને આજરોજ ૬૦ જેટલા આઉટ સોર્સીંગ સફાઈ કર્મીઓ સફાઈ કામગીરીથી અળગા રહ્યા હતા અને પગાર નહિ તો સફાઈ નહિ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો.