ગોધરા,
ગોધરા તાલુકાના પીપળીયા ગામે સિંચાઈ પિયત મંડળી દ્વારા સિંચાઈ માટે ગામ અને આસપાસના ગામોમાં પાણી પુરું પાડવામાં આવે છે. પરંતુ પાણીનો બેફામ ઉપયોગને લઈ પાણી રોડ ઉપર તેમજ નજીક આવાસો તરફ ભરાતું હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
ગોધરા તાલુકાના પીપળીયા ગામેથી મહાકાળી પિયત મંંડળી દ્વારા સિંચાઈનું પાણી ગામ અને આસપાસના ગામોમાં પુરું પાડવામાં આવે છે. પરંતુ સિંચાઈ મંડળી દ્વારા અપાતા પાણીનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ વધારાના પાણીનો જથ્થો રોડ ઉપર તેમજ નજીક આવેલ ઈન્દીરા આવાસો આગળ ભરાઈ રહેતો હોય છે. જેને લઈ ગ્રામજનોને રસ્તા ઉપર થી અવર-જવર કરવામાં મુશ્કેલીઓ વેઠવી પડે છે. રોડ ઉપર ઠલવાતા પાણી માટે પિયત મંડળીના સભ્યોને અવારનવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં ધ્યાનમાં લેવાતું નથી. જેને લઈ ઈન્દીરા આવાસના રહિશો તેમજ ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. તેનો કાયમી ઉકેલ આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.