ગોધરાના શહેરા ભાગોળથી પીમ્પુટર ચોક સુધીનો બે વર્ષ બાદ પણ મંજૂર રસ્તો બનતો નથી

  • ચોમાસામાં પાણી ભરાઈ રહે છે.
  • ઉબડ ખાબડ રસ્તાથી મુશ્કેલી.

ગોધરા,
અનેક મુશ્કેલી સર્જાના બે વર્ષથી મંજૂર થયેલ પણ અધુરુ કામ ગણાતા ગોધરા શહેરના શહેરા ભાગોળ થી પીમ્પુટકર ચોક સ્વામીનારાયણ મંદિર સુધીના રસ્તા તથા ગટર લાઈનનું કામ પૂર્ણ કરવા નગરપાલિકાના મુખ્રય અધિકારીને રજુઆત કરી ચોમાસમાં સુવિધાની માંગ કરાઈ છે.
ગોધરા નગર પાલિકામાં કરાયેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, ગોધરા શહેરના હાર્દ સમાન શહેરા ભાગોળ થી પીમ્પયુટર ચોક સ્વામિનારાયણ મંદીર સુધીના મંજુર થયેલ રસ્તા અને ગટરલાઈન નું ક્રમ આજ દિન સુધી પુર્ણ થયેલ નથી.

આ કામે જીલ્લા સંકલનમાં રજુઆત થયેલ હતી . અને નગર પાલિકા ગોધરાએ લેખિત આપેલ છે. જેને બે વર્ષનો સમય થયેલ છે. છતાં આ વિકાસલક્ષી રસ્તાના કામ શરૂ થયેલ નથી અને ત્યારબાદ કલેકટર, પંચમહાલ સાંસદ પંચમહાલ, શારક પક્ષના હોદેદારો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદેદાર , પક્ષના કાઉન્સીલરો , વોર્ડના કાઉન્સીલરોને લેખિત અને મૌખિક રજુઆત કરેલ છે . પરંતુ આજ દિન સુધી આ રસ્તો બનાવવાની કાર્યવાહી કરવામાં આવેલી નથી . આપની કક્ષાએથી સંબધિતને સુચના થઈ સત્વરે લાંબા સમયથી મંજુર થયેલ રતાના કામ આગામી સ્થાનિક સ્વરાજય ની ચુંટણી ( નગર પાલિકા ગોધરા ) ની આચાર સંહિતા પહેલા પુર્ણ કરાવવા ખૂબજ જરૂરી છે .

આ સત્વરે કામ શરૂ કરવામાં નહિ આવે તો ચૂંટણી જાહેર થઇ ગયેલ છે. જેથી આ કામ નહિ શરૂ થાય તેવા પ્રત્યુતર નગર પાલિકા દવારા આપવામાં આવશે.આ રસ્તો ગોધરા શહેરનું હાર્દ હોઈ રસ્તાની બિસ્માર હાલતથી નગરજનોમાં છૂપો અસંતોષ જોવાઇ રહેલ છે.ગોધરા શહેરીજનોમાં દુ:ખ સાથે રોષની લાગણી પ્રર્વતીત થઈ રહેલ છે. જે યોગ્ય નથી.

૮ માસ પહેલા આપની રૂબરૂ મુલાકાત સમયે સ્થાનિક રહીશો અને વેપારીઓને આ રસ્તાના કામ પુર્ણ કરવા જણાવેલ હતું . અને ત્યારબાદ ત્રણ માસ પછી વિભાગના ઇજનેર ડામોર ધ્વારા પણ રૂબરૂ અ મુલાકાત કરતા તેઓએ પણ આપની સમક્ષ આ કામનો ટેન્ડરીંગ થયેલ છે. તેવો પ્રત્યુતર આપેલ હતો . અને એક માસ પહેલા ગોધરા નગરજનોની રજુઆતને આપશ્રી સમક્ષ મુકનાર પ્રભાતસિંહજી ચૌહાણ ( માજી સાંસદ, પંચમહાલ ) ને પણ આપે ટેલીફોનિક ખાત્રી આપેલ હતી . અને આ રસ્તાનું કામ વરસાદ બંધ થયેથી બીજા દિવસે શ‚ કરી દેવામાં આવશે.

આ રસ્તો ગોધરા શહેરના તમામ મુખ્ય માર્ગને જોડતો રસ્તો છે. અને આ રસ્તા પર પ્રાથમિક શાળા, સુપ્રસિદ્ધ સ્વામી નારાયણ મંદીર અને પૌરાણિક મસ્જિદ આવેલ છે . અને સતત શહેરીજનોથી ધમધમતુ રોડ છે . અને ગોધરા શહેરના તમામ મોટા તહેવારોની ઉજવણી પણ અહીંજ થાય છે.
સદર રસ્તાની ચાલુ ગટર લાઈનની કામગીરી પણ આ મંજુર થયેલ રસ્તો શ‚ નહી કરવાથી અધુરી પડી રહેલ છે. અધુરા રસ્તાને લીધે લોકોને આવતા જતા મુશ્કેલી વેઠવી પડી રહી છે. બે વર્ષ ઉપરાંતથી રસ્તો બાકી હોવાથી ચોમાસામાં પણ પાણી ભરાઈ રહે છે. જેથી વધુ સમસ્યા ઊભી થઈ છે.

Don`t copy text!