- સોમવાર થી ધંધા રોજગાર સવારે ૬ થી ૨ વાગ્યા સુધી ખુલ્લા રહેશે
- જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વેપારીઓ સાથેની મીટીંગ નિર્ણય લેવાયો
ગોધરા,પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને જોતાં આજરોજ જેમાં શુક્ર, શનિ અને રવિવારના રોજ વેપારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં શુક્ર, શનિ અને રવિવારના રોજ બજારો સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જયારે સોમવાર થી ગોધરાના વેપાર ધંધાઓ સવારે ૬ વાગ્યા થી બપોરના ૨ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
કોરોના મહામારીમાં કોરોનાની બીજી લહેર ધાતક રીતે લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. કોરોનાના બીજા સ્ટ્રેનમાં કોરોનાની બદલાયેલ પેટ્રન સાથે સંક્રમણ ઝડપથી લોકોમાં ફેલાઈ રહ્યું છે. પંચમહાલ જીલ્લામાં પ્રતિદિન કોરોના સંક્રમિત દર્દીઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તે જોતાં આજરોજ જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં વેપારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય સી.કે.રાઉલજી, જીલ્લા પ્રમુખ, નગર પાલિક, પ્રમુખ હાજર રહ્યા હતા. વેપારીઓ સાથે કોરોના મહામારીમાં બીજા સ્ટ્રેનમાંં સંક્રમણ ઝડપ થી વધી રહ્યું છે. ત્યારે લોકો વધુ સંક્રમિત ન થાય તેને ધ્યાનમાં રાખીને ગોધરા શહેરમાં શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે સોમવાર ૨૬ એપ્રિલના રોજની ગોધરા શહેરના વેપાર ધંધાના સમય નકકી કરવામાં આવ્યો છે. સોમવાર થી સવારે ૬ થી ૨ વાગ્યા પછી ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગોધરા શહેરના વેપારીઓ દ્વારા કોરોના સંક્રમણના વધતા જતાં કેસોને ધ્યાનમાં રાખીને ધંધા રોજગારના સમયમાં ફેરફાર કરીને લોકોને સક્રમણ થી બચાવવાના વહીવટી તંત્રના પ્રયાસને સહકાર આપવામાં આવ્યો છે.