ગોધરા,
ગોધરા સ્થિત શ્રી શામળાજી આરોગ્ય સેવા ટ્રસ્ટ, ગોધરા આયોજીત શ્રી શામળાજી હોમિયોપેથીક મેડીકલ કોલેજ ગોધરાના પ્રથમ વર્ષ બી.એચ.એમ.એસ. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ તથા વાલીઓનો સત્કાર સમારંભ યોજાયો હતો.
ગોધરાના શામળાજી આરોગ્ય સેવા ટ્રસ્ટ આયોજીત હોમિયોપેથીક મેડીકલ કોલેજના વર્ષ 2022-23ના પ્રથમ બેંચના વિદ્યાર્થીઓનો પરિચય તેમજ આવકાર પ્રસંગે શ્રી શામળાજી સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ વિશાલ સોની મેડીકલ કોલેજના આચાર્ય ર્ડા. ચિરાગ પટેલ, ર્ડા. એ.કે.ગુપ્તા, ર્ડા. અમીત મલ્હાર, ર્ડા. અનવર કાચબા ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્દધાટન પ્રસંગે શ્રી શામળાજી ટ્રસ્ટના ઉપપ્રમુખ વિશાલ સોનીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ કોર્ષમાં જોડાયેલ છે. તે સેવા સાથે જોડાયેલ છે અને તેમાં જોડાવવા થણગણાટ છે. કોલેજનું સત્ર શરૂ થાય તેની આતુરતાથી રાહ જોયેલા જેથી આતુરતાનો અંત આવેલ છે.
આ અભ્યાસ ક્રમ જે ઉત્સાહના આભારી છે. જે વિદ્યાર્થીઓની રૂચી પ્રમાણે છે. જેથી વિદ્યાર્થીઓ ઉમંગ સાથે રૂચીથી અભ્યાસ કરે છે.
હાજર વાલીઓને સંસ્થાની સેવાઓથી શું માહિતગાર કર્યા હતા.