ગોધરાના શહેરાભાગોળ રેલ્વે ફાટક પર આવર નવાર આત્મહત્યાના અને ટ્રેન નીચે આવી લોકો મૃત્યુને પામતા હોય છે ત્યારે આજે મોડી રાતે 11 વાગ્યાના સમય માં એક યુવાન શહેરાભાગોળ રેલ્વે ટ્રેક પર સામેથી આવતી ટ્રેનને જોઈ ફાટક પર સુઈ જઈ આત્મહત્યા કરી હતી.
પ્રાથમિક વિગત અનુસાર મળતી માહિતી પ્રમાણે ગોધરાના ભુરાવાવ વિસ્તારનો આ યુવાન ઘર કંકાશથી કંટાળી જઇ ગોધરાના શહેરાભાગોળ રેલ્વે ફાટક આવી આત્મહત્યા કરી હતી.ઘટના ઘટતાની સાથે જ લોકો ટોળા ભેગા થઇ ગયા હતા આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોચીયા હતી ત્યાર બાદ એમ્બ્યુલન્સને બોલાવી બોડીને PM માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી.