
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં આપણી ચોતરફ કેટલાય એવા લોકો છે જે પોતાના જીવન સાથે રમત રમી તમાકુનું સેવન કરે છે. સમગ્ર વિશ્વમાં ૩૧મી મે ના દિવસને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમાકુના સેવન કરનાર લોકોને તેના નુકસાન બાબતે જાગૃતતા ફેલાવવા માટે આજે ૩૦ ગુજરાત બટાલિયન એન.સી.સી. કેડેટ દ્વારા “ટોબેકો ડે” ની ઉજવણીના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકોને તમાકુથી દુર રહેવાનો મેસેજ એનસીસી કેડેટ દ્વારા આપવામાં આવ્યો હતો. આજે ૩૧ મેનો દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવામા આવે છે.આજકાલ વ્યસનના કારણે યુવાવર્ગ વધારે ભોગ બન્યો છે. વ્યસનને કારણે ઘર બરબાદ થાય છે ત્યારે હાલમાં આને લઈને જાગૃતિ લાવવી જરૂરી છે. આજના દિવસે રાષ્ટીય કક્ષાએ, જીલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો પણ થાય છે.
વિશ્વ તમાકુ નિષેધ દિન અંતર્ગત આજે ૩૦ ગુજરાત એન.સી. સી. બટાલિયન,ગોધરા દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ગોધરાના જાહેર સ્થળો પર એન.સી.સી. કેડેટ દ્વારા બેનર્સ, પોસ્ટર તથા લોકો સાથે સીધો સંપર્ક કરી તેઓને તમાકુના સેવનથી થતા નુકસાન અંગે સમજાવવામાં આવ્યા હતા.
ઉપરાંત તમાકુનું સેવન ન કરવાથી થતા ફાયદા વિશે પણ માહિતી આપવામાં આવી હતી. જાગૃતિનો આ કાર્યક્રમ બસ સ્ટેન્ડ, ગાંધીચોક સર્કલ આગળ તથા જાહેર માર્ગો પર કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં શેઠ.પી.ટી.આર્ટસ અને સાયન્સ કોલેજના એન.સી. સી. કેડેટ તથા આ બટાલિયનના એસ.એમ. ગુરમુખસિંઘ, પી.આઈ.સ્ટાફે ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.