ગોધરા,ગોધરા શહેરમાં ટુર સંચાલક દ્વારા બોગસ વિઝા બનાવી લોકોને વિદેશ મોકલી લેનાર આરોપી પૈકીના અનસ અબ્દુલ સત્તાર ચુરમલી એ રેગ્યુલર જામીન અરજી કરતા જે અરજી ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીના જામીન અરજી નામંજુર કરવામાં આવી.
ગોધરા શહેરના ઝકરીયા અસલમ જરગાર એ આરોપીઓ સુલેમાન ઈબ્રાહીમ હયાત, મુખ્તયાર મીર્ઝા, ઈકરામ ફારૂક ધંત્યા તથા બીજા બે ઈસમો સાથે મળીને ફરિયાદી સહિત અન્ય લોકોને મકકા મદીના ધાર્મિક યાત્રા ઉમરાહ માટે પેકેજે જાહેર કરાયું હતું. વિદેર ટુરના વ્યકિત દીઠ રૂા.1,40,000/-લઈને ફરિયાદી અને અન્યોને સાઉદી અરબિયાના ખોટા વિઝા બનાવી આપી કોઈપણ સુવિધા નહિ આપી વિશ્ર્વાસધાત કરી ઠગાઈ કરતાં આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી અનસ અબ્દુલ સત્તાર ચુરમલીની ચાર્જશીટ રજુ કરાઈ હતી. સાથે આરોપી દ્વારા ગોધરા ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. આ જામીન અરજીની સુનાવણી હાથ ધરાતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર વિગતવાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીના જામીન અરજી નામંજુર કરાઈ હતી.