ગોધરા શહેરા ભાગોળ અંડર બ્રીજ બાંધકામ સાઈડ ઉપર ચોકીદારને બાંધી 4 ઈસમો 33,500 રૂા. સ્ટીલના સળીયાની લુંટ કરી

ગોધરા, ગોધરા શહેર શહેરા ભાગોળ ફાટક પાસે અંડર બ્રીજના બાંધકામ સાઈડ પરથી ચોકીદારને મોઢું બાંધી દઈ ચપ્પુ બતાવી ચાર ઈસમો દ્વારા સ્ટીલના સળીયા, બાઈન્ડીંંગના તાર મળી 33,500/-રૂપીયાનો મુદ્દામાલની લુંટ કર્યાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેર ભાગોળ ફાટક પાસે અંંડર બ્રીજના બાંધકામ સાઈડ પર ચોકીદાર તરીકે નોકરી કરતાં રમેશભાઈ બાબરભાઈ ભોઈને ખાડી ફળીયા તરફથી મોઢા ઉપર રૂમાલ બાંધીને આવેલ ચાર ઈસમોએ ચોકીદારને ધકકો મારી પાડી દઈ ચપ્પુ બતાવી મોઢું રૂમાલથી બાંધી દઈને બાંધકામ સાઈડ ઉપરથી 25 એમ.એમ.ના નંગ-25 સળીયા, 16 એમ.એમ.ના નંગ-32, 16 એમ.એમ.ના નંંગ-27 બાઈન્ડીંગ તાર 50 કિલો ગ્રામ મળી કુલ 33,500/-રૂપીયાના મુદ્દામાલની લુંટ કરી જતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.