ગોધરા,ગોધરાના શહેરા ભાગોળ ખાતે અંડરબ્રિજની કામગીરી ચાલી રહી છે અને અંડરબ્રિજ ખાતે પાણી ભરાવાની સમસ્યાને લઈ પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, પ્રમુખ દ્વારા સમીક્ષા મુલાકાત કરાઈ હતી.
ગોધરા શહેરના શહેરા ભાગોળ ખાતે રેલ્વે અંડરબ્રિજની કામગીરી ચાલી રહી છે. ચોમાસાની સીજનના વરસાદને લઈ વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈ લોકો પરેશાન થઈ ગયા છે. આ બાબતે પાલિકાના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરાઈ હતી. જેને લઈ ગોધરાના પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, ધારાસભ્ય અને પાલિકા પ્રમુખે સ્થળની મુલાકાત કરી સંબંધીત તંત્રને સમસ્યાના નિકાલ માટે સુચન કરાયું.