ગોધરા શહેરા ભાગોળ સ્વામિનારાયણ મંદિર ગેટ પાસે એક્ટિવાની ડીકીમાંથી 1.40 લાખની ચોરી થતાં ફરિયાદ

ગોધરા, ગોધરા શહેરા ભાગોળ સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસે ફરિયાદીની એક્ટિવા ગાડી ઉભી રાખેલ હતી. આ એક્ટિવા ગાડીની ડીકીમાં બેગમાં રાખેલ રૂ.1,40,000/-કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી જતાં આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરાના શહેરા ભાગોળ સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસે ચિંતનકુમાર અશ્વિનભાઈ પટેલ(રહે.હરિકૃષ્ણ સોસાયટી)એ પોતાની એક્ટિવા નં.જીજે-17-બીડી-3188 પાર્ક કરેલ હતી અને એક્ટિવાની ડીકીમાં રાખેલ બેગમાં 1,40,000/-રૂપિયા રોકડા મુકેલ હોય તે કોઈ અજાણ્યો ચોર ઈસમ એક્ટિવાની ડીકીમાંથી ચોરી કરી જતાં ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.